Gujarat

વડોદરાના શિનોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા; અનેક વસ્તુઓના સેમ્પલ લેવાયા

શહેરના શિનોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તહેવારોની સીઝન ને ધ્યાનમાં રાખીને દરોડા પાડ્યા હતા જેમાં તંત્ર દ્વારા દરોડા દરમિયાન શિવશક્તિ ડેરીમાંથી પનીર સહિત વિવિધ મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં લુસ પનીર, પેંડા, મઠો સહિતની મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ સેમ્પલને હવે તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. રિપોર્ટમાં જાે પનીર કે મીઠાઈમાં ભેળસેળ સાબિત થશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

શિનોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બાદ પનીર અને મીઠાઈમાં ભેળસેળ કરનારા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે. તહેવારો અને અન્ય પ્રસંગોમાં પનીર તથા મીઠાઈની માંગ વધતી હોય છે, ત્યારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ન થાય તે માટે વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શિવશક્તિ ડેરીમાંથી લેવામાં આવેલા પનીર અને મીઠાઈના સેમ્પલના રિપોર્ટ પર હવે સૌની નજર છે. રિપોર્ટ આવ્યા બાદ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગેની હકીકત સામે આવશે. જાે તપાસમાં ભેળસેળ હોવાનું બહાર આવશે તો જવાબદાર લોકો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કાર્યવાહીથી ભેળસેળ કરનારા દુકાનદારોમાં ચિંતા જાેવા મળી રહી છે.