૧૫ મનપા, ૮૪ ન.પા., ૩૪ જિલ્લા ને ૨૬૦ તા.પંચાયતની મતદાર યાદી જાહેર
૨૭ માર્ચ સુધી સુધારા અરજી મોકલી શકશો
રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ પ્રક્રિયા આગળ વધી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેના પગલે ચૂંટણીની તૈયારીને વેગ મળ્યો છે.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીઓ જાહેર
રાજ્યના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીઓ જાહેર કરવામાં આવી છે. તેમાં રાજ્યની ૧૫ મહાનગર પાલિકા (મનપા), ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદીનો સમાવેશ થાય છે.
૨૭ માર્ચ સુધી સુધારા અરજી મોકલી શકશો
આ પ્રાથમિક યાદી જાહેર થતા હવે મતદારો માટે પોતાના નામ, સરનામા સહિતની વિગતો ચકાસવાની તક મળશે. જાે કોઈ ભૂલ અથવા સુધારો કરવાની જરૂર હોય તો નક્કી સમયમર્યાદામાં (૨૭ માર્ચ સુધી) અરજી કરી શકાશે. ચૂંટણી આયોગ દ્વારા આ પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
આવનારા દિવસોમાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે, જેના કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
રાજ્ય ચૂંટણી પંચનો કાર્યક્રમ: વિગત સાથે તારીખ:
જિલ્લા/તાલુકા પંચાયતોની વિભાગવાર પ્રાથમિક મતદારયાદી જાહેર કરાશે
૨૩ માર્ચ ૨૦૨૬
કોઈ ભૂલ કે નામ ન હોય તો દાવા-આક્ષેપો રજૂ કરવાની છેલ્લી તારીખ
૨૭ માર્ચ ૨૦૨૬
દાવા અરજીઓની ચકાસણી પૂર્ણ કરી અંતિમ ર્નિણય લેવાની છેલ્લી તારીખ
૩૦ માર્ચ ૨૦૨૬

