જો તમે સોશિયલ મીડિયા મારફત રોજગારી મેળવવા જશો તો રૂપિયા ગુમાવવા પડશે કારણ કે રાજકોટની મહિલાએ જાણીતી કંપનીના લોગા વાળી જાહેરાત પરથી ટાસ્ક પુરા કરવાં જતાં રૂપિયા 5.11 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે મહિલાએ ઇન્સ્ટાગ્રામમાં આવેલ જાહેરાત પર ક્લિક કરતાં ટેલિગ્રામમાં લિંક ખુલી હતી, જેમાં શરૂઆતમાં નાની રકમનું વળતર આપી સાયબર ગઠિયાએ લાખો રૂપિયા પડાવી લીધા હતા.
‘વર્ક ફ્રોમ હોમ’થી કમાણી કરવાની જાહેરાત પર ક્લિક કરી ફરિયાદી પ્રીમાબેન રામાણીએ જણાવ્યું હતું કે, ગત તા. 17 ઓગસ્ટ, 2026ના રોજ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ વાપરી રહ્યા હતા ત્યારે ‘મીંત્રા’ના નામ હેઠળ ઓર્ડરના ટાસ્ક પૂરા કરી ‘વર્ક ફ્રોમ હોમ’થી કમાણી કરવાની એક જાહેરાત જોઈ હતી. તેમણે જાહેરાતમાં આપેલી લિંક પર ક્લિક કરતા તે ટેલિગ્રામ ચેનલ પર ખૂલી હતી. ત્યારબાદ તેમને https://mybikt.com લિંક દ્વારા પોતાના મોબાઈલમાં એક અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આઈડી બનાવડાવવામાં આવ્યું હતું.

