Gujarat

અરવલ્લીમાં બિરસા મુંડાની જન્મજયંતિ સપ્તાહ ઉજવાશે

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં 12થી 18 નવેમ્બર, 2026 દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવાશે.

આ અંગે પ્રાયોજના વહીવટદાર કચેરી, શામળાજી દ્વારા સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.સપ્તાહ દરમિયાન જિલ્લાના તાલુકાઓમાં યુવા સંમેલન, બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ અને ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા અભિયાન યોજાશે. દેવી-દેવતાઓનું પૂજન, સાધુ-સંતોનું સન્માન અને દીપોત્સવના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી, નાગરિક સંમેલન, પરંપરાગત ગ્રામીણ રમોત્સવ અને મહિલા સંમેલન યોજાશે. કાર્યક્રમોનો હેતુ આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને યોગદાનને ઉજાગર કરવાનો છે.

પત્રકાર પરિષદમાં શોભનાબેન બારૈયાએ સપ્તાહના હેતુ અને કાર્યક્રમોની રૂપરેખા વિશે માહિતી આપી હતી. તેમણે આદિવાસી સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રનિર્માણમાં તેના યોગદાન વિશે પણ વાત કરી હતી.