ઊંઝા તાલુકાના એક ગામમાંથી એક સગીરાનું અપહરણ થયું છે. દૂધ લેવા ગયેલી આ દીકરી ઘરે પરત ન ફરતા પરિવારે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મજૂર પરિવારની આ સગીરા 22 સપ્ટેમ્બર 2026 ના રોજ બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યે દૂધ લેવા ગામમાં ગઈ હતી. તે ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ કરી. દીકરી ન મળતા, તે ક્યાંક ચાલી ગઈ કે કોઈ તેને અપહરણ કરીને લઈ ગયું હોવાની શંકા સાથે પરિવારે ફરિયાદ નોંધાવી છે. આજદિન સુધી સગીરાનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

