શહેરના પાલડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ એકાઉન્ટન્ટના નંબર પર ઓળખીતા ગેરેજવાળાના નંબર પરથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની APK ફાઇલ આવી હતી. આ APK ફાઇલ ડાઉનલોડ કરતા જ વૃદ્ધના મોબાઇલનું એક્સેસ સાયબર ગઠિયાઓએ મેળવી લીધું હતું. ત્રણ અલગ અલગ એકાઉન્ટમાંથી ગઠિયાઓએ 156 ટ્રાન્જેક્શન દ્વારા 20 લાખ ઉપાડી લીધા હતા જે અંગે વૃદ્ધે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
પીએમ આવાસ યોજાનાની APK ફાઈલ ગેરેજવાળાએ મોકલી હતી પાલડી વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. વૃદ્ધના મોબાઈલ નંબરથી તેમનું, તેમના પત્નીનું અને એક મિત્રનું એકાઉન્ટ નંબર લિંક હતું. થોડા દિવસ વૃદ્ધને તેમના ઓળખીતા ગેરેજવાળા મારફતે એક APK ફાઇલ આવી હતી.
આ APK ફાઇલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામની હતી જે ફાઇલ ડાઉનલોડ કરતા અંદર કઈ મળી આવ્યું ન હતું. જો કે થોડા દિવસ બાદ વૃદ્ધના દીકરાએ વૃદ્ધના ખાતામાંથી ચેક ભર્યો તો રિટર્ન થયો હતો જેથી વૃદ્ધે બેંકમાં જઈને તપાસ કરી હતી.
20 લાખના ઉપડી ગયાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ બેંકમાં જઈને તપાસ કરતા તેમના, પત્નીના અને મિત્રના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા લાખો રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. 156 અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 20.06 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. જે અંગે વૃદ્ધે સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

