જૂનાગઢ શહેર અને વંથલી પંથકમાં અલગ-અલગ અકસ્માત મોત (અમોત)ના ત્રણ બનાવો બનતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જેમાં 81 વર્ષીય વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે, તો વંથલીના બંધડા ગામે 19 વર્ષીય યુવાને ઝેરી પાવડર પી લીધો હતો અને અન્ય એક બનાવમાં 25 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.
પ્રથમ ઘટના જૂનાગઢના ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત બની છે, જેમાં તા 11/11/26 ના રોજ નોંધાયેલી વિગત મુજબ, વાણંદ સોસાયટીમાં રહેતા 81 વર્ષીય વૃદ્ધ લખુભાઈ ભાણજીભાઈ ચૌહાણે પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. આ બનાવ બનતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ તેમજ આયુષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી ફરીથી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
બીજી ઘટના પણ જૂનાગઢ ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારની જ છે, જેમાં કતલખાના પાછળ, ધારાગઢ દરવાજા પાસે આ બનાવ બન્યો હતો. અહીં મૂળ રાજુલાના ખેતાગાળા વડલી રોડના રહેવાસી અને હાલ કતલખાના પાછળ ધારાગઢ દરવાજા પાસે રહેતા 25 વર્ષીય કરણભાઈ ચીમનભાઈ ચુડાસમા કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મરણ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

