જામનગરના સુમેર ક્લબ ખાતે 4th ઓપન જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં વિવિધ કેટેગરીના ખેલાડીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં લાલપુરના ખેલાડીઓએ સારી રમત બતાવી જીત મેળવી હતી. આગામી ત્રણ ટુર્નામેન્ટ સહિત અત્યાર સુધીની સ્પર્ધાઓના પ્રદર્શનના આધારે જિલ્લા ટીમ માટે ખેલાડીઓની પસંદગી થશે.બહેનોની કેટેગરીમાં, U-9માં વિધિ નાકર પ્રથમ અને પ્રાંજલ નાકર દ્વિતીય ક્રમે રહી.

ભાઈઓની કેટેગરીમાં, U-13માં વિવાન વરુ દ્વિતીય, U-15માં મીત કગથરા (સિદસર) દ્વિતીય, U-17માં તન્મય પુરોહિત પ્રથમ અને જલ વાછાણી (સિદસર) દ્વિતીય ક્રમે રહ્યા. U-19માં પણ તન્મય પુરોહિત દ્વિતીય સ્થાને રહ્યો.

ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ અને વિજેતાઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન અપાયા હતા. આગામી જિલ્લા કક્ષાની પસંદગીમાં પણ તેઓ સારું પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

