Gujarat

સેન્ટ્રલ યુનિવર્સિટીને પ્રથમ મહિલા કુલપતિ મળ્યાં

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કુઢેલાં પાસે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતને પ્રથમ મહિલા કુલપતિ મળ્યાં છે. પ્રો. વિજિતા સિંહ અગ્રવાલે પદભાર સંભાળ્યો હતો.યુનિવર્સિટીની સ્થાપના પછી પહેલીવાર કોઈ મહિલાની કુલપતિ તરીકે નિમણૂક થઈ છે. પ્રો. અગ્રવાલ અગાઉ નવી દિલ્હી સ્થિત ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી સાથે સંકળાયેલાં હતાં. તેમને શિક્ષણ અને વહીવટનો અનુભવ છે.

કુલપતિ તરીકે તેઓ યુનિવર્સિટીની શૈક્ષણિક અને વહીવટી કામગીરીનું નેતૃત્વ કરશે. તેમના માર્ગદર્શન હેઠળ શિક્ષણની ગુણવત્તા વધારવા, સંશોધનની નવી તકો ઊભી કરવા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને સંસ્થાના વિકાસ માટે કામ થશે.

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રો. અગ્રવાલની નિમણૂકથી યુનિવર્સિટીના ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેરાયો છે.પ્રો. વિજિતા સિંહ અગ્રવાલ આ અગાઉ નવી દિલ્હી સ્થિત ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હતાં. તેમને શૈક્ષણિક તેમજ વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેમની આ નિમણૂકને યુનિવર્સિટીના વિકાસ અને શૈક્ષણિક પ્રગતિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.