International

‘એક ટીપું પણ તેલ નિકાસ કરવામાં આવશે નહીં‘: ઈરાને હોર્મુઝના નિયંત્રણ પર ‘આર્થિક યુદ્ધ‘ની ધમકી આપી

સોમવારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ નિકાસ બંધ કરીને ‘આર્થિક યુદ્ધ‘ શરૂ કરવાની ધમકી આપી હતી, અને આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો, જેના દ્વારા લગભગ પાંચમા ભાગનું વૈશ્વિક ક્રૂડ ઓઇલ પરિવહન થાય છે.

તેણે દેશોને પાંચ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઈરાન સામેના યુદ્ધમાં યુનાઇટેડ સ્ટેટ્સને ટેકો આપવા સામે ચેતવણી પણ આપી હતી.

“જાે આર્થિક યુદ્ધ ચાલુ રહેશે, તો હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા કે પર્સિયન ગલ્ફમાં ક્યાંયથી પણ તેલનું એક ટીપું નિકાસ કરવામાં આવશે નહીં. ઈરાન કોઈપણ દેશની ભાગીદારી અથવા ઈરાની લોકો સામે અમેરિકાના આર્થિક યુદ્ધને સમર્થન આપવાને યુદ્ધ ગણશે,” ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના કટ્ટરપંથી નેતા મોહસેન રેઝાઈએ X (અગાઉ ટ્વિટર) પર જણાવ્યું હતું.

ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે તેઓ હોર્મુઝને યુએસનો પ્રદેશ જાહેર કરશે તે સમયે રેઝાઈની ટિપ્પણી આવી છે. ઈરાન અને ઓમાન વચ્ચેનો સાંકડો જળમાર્ગ, ૨૮ ફેબ્રુઆરીએ સંઘર્ષ શરૂ થયો ત્યારથી જ સ્ટ્રેટ પર નાકાબંધી ચાલુ છે, જેના કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં ભારે વિક્ષેપ પડ્યો છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર હોર્મુઝના નાકાબંધી પર ભારે દબાણનો સામનો કરી રહ્યું છે, તેના સાથી દેશોએ પણ ઈરાન સાથે સંઘર્ષનો અંત લાવવાની હાકલ કરી છે. આ દરમિયાન, ધ વોલ સ્ટ્રીટ જર્નલ (ઉજીત્ન) ના એક અહેવાલમાં આ મહિનાની શરૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પ ઈરાન સામે દુશ્મનાવટ બંધ કરવાનું અને મધ્ય પૂર્વ રાષ્ટ્ર હોર્મુઝ ખોલવાનો ર્નિણય લે તો પરમાણુ કરાર છોડી દેવાનું વિચારી રહ્યા છે.

પરંતુ બીજી બાજુ, ઈરાન અને ઓમાન હોર્મુઝમાંથી પસાર થતા જહાજાેના સલામત માર્ગ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેઓ તેના સંચાલન અંગે પણ ચર્ચા કરી રહ્યા છે, જેના કારણે જહાજાેને ફી ચૂકવવાની ફરજ પડી શકે છે; જાેકે ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો છે કે હોર્મુઝ બધા જહાજાે માટે મુક્ત રહેવું જાેઈએ.

ટ્રમ્પે હોર્મુઝ પર ઈરાન સાથેના તેના સોદા પર ઓમાનને નિશાન બનાવવાની ધમકી પણ આપી છે. “જાે ઓમાન રસ્તામાં આવે છે, તો અમે તેમના પર બોમ્બ ફેંકીશું,” તેમણે આ મહિનાની શરૂઆતમાં મીડિયા સુત્રો ને જણાવ્યું હતું. જાેકે, ઓમાને તેમની ધમકીઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

દરમિયાન, મીડિયા સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે છેલ્લા ૪૮ કલાકમાં હોર્મુઝમાં કોઈ પુષ્ટિ થયેલ હુમલો થયો નથી, તેમ છતાં શિપિંગ ટ્રાફિક હજુ પણ ઓછો રહ્યો છે. યુએસ સૈન્યના જણાવ્યા અનુસાર, રવિવારે ઈરાની બંદરોની નાકાબંધીને કારણે ૭૦ વાણિજ્યિક જહાજાેને રીડાયરેક્ટ કરવામાં આવ્યા હતા.