ચીને શી જિનપિંગ, વ્લાદિમીર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાનારી ત્રિપક્ષીય બેઠકને ‘અત્યંત મહત્વપૂર્ણ‘ ગણાવી હતી. ચીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ત્રણેય નેતાઓ વિશ્વ શાંતિની જાળવણી અંગે ચર્ચા કરશે, જેના પરથી સંકેત મળે છે કે ઈરાન યુદ્ધ અને યુક્રેન સંઘર્ષ જેવા મુદ્દાઓ પર પણ વાતચીત થઈ શકે છે.
ત્રણેય નેતાઓ વચ્ચેની આ પ્રથમ પ્રત્યક્ષ (રૂબરૂ) ત્રિપક્ષીય બેઠક અંગે પત્રકારોને માહિતી આપતા, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે યાદ અપાવ્યું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બેઇજિંગ, વોશિંગ્ટન અને મોસ્કો એકબીજાની સાથે મળીને લડ્યા હતા. તેમણે કહ્યું કે, વિશ્વ હાલમાં જે પડકારોનો સામનો કરી રહ્યું છે, તેને ઉકેલવા માટે આ દેશો હજુ પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ ધરાવે છે.
માઓ નિંગે કહ્યું, “ચીન, રશિયા અને અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચેની આ સૌપ્રથમ પ્રત્યક્ષ મુલાકાત હશે. ત્રણેય રાષ્ટ્રપતિઓ વિશ્વ શાંતિની જાળવણી અને મહાસત્તાઓ વચ્ચેના સંબંધોમાં વ્યૂહાત્મક સ્થિરતા લાવવા અંગે વિચારોનું આદાનપ્રદાન કરશે. આ શિખર સંમેલન અત્યંત મહત્વનું છે. ચીન, રશિયા અને અમેરિકા સુરક્ષા પરિષદ (સિક્યુરિટી કાઉન્સિલ) ના સ્થાપક સભ્યો છે.”
શી, પુતિન અને ટ્રમ્પ વચ્ચેની આ પ્રથમ ત્રિપક્ષીય વાતચીત ચીનના શેનઝેન શહેરમાં, ૩૩મી ‘એપેક‘ (છઁઈઝ્ર) આર્થિક નેતાઓની બેઠક દરમિયાન યોજાશે. આ બેઠક ખૂબ મહત્વ ધરાવે છે, કારણ કે તેમાં સંઘર્ષો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) અને પરમાણુ શસ્ત્રોમાં ઘટાડા સહિતના અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
પરમાણુ શસ્ત્રોમાં ઘટાડા અંગેની ચર્ચા અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકા અને રશિયા વચ્ચેની ‘ન્યૂ સ્ટાર્ટ‘ (દ્ગીુ જી્છઇ્) સંધિની મુદત પૂરી થઈ ગઈ છે. આ સંધિ સમાપ્ત થવાને કારણે, વિશ્વની આ બે પરમાણુ સત્તાઓ હવે કોઈ બંધનકર્તા મર્યાદા વિના રહી ગઈ છે.
માઓ નિંગે એ વાત પર પણ ભાર મૂક્યો કે વૈશ્વિક મુદ્દાઓને સંયુક્ત રીતે ઉકેલવા, સંવાદ મજબૂત કરવા અને સ્થિર સંબંધો જાળવવા માટે મતભેદોનું યોગ્ય વ્યવસ્થાપન કરવું એ ચીન, રશિયા અને અમેરિકા ત્રણેયના હિતમાં છે.
પ્રવક્તાએ કહ્યું, “ઇતિહાસમાં, આ ત્રણેય દેશો વિશ્વમાં ફાસીવાદ વિરોધી યુદ્ધ જીતવા માટે એકસાથે મળીને લડ્યા હતા. આજે, આ ત્રણેય દેશો વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં અને વિશ્વ શાંતિ તથા સ્થિરતા જાળવી રાખવામાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવે છે.”
તેમણે પોતાની વાત પૂરી કરતા કહ્યું, “સંવાદ મજબૂત કરવો, મતભેદોનું સંચાલન કરવું અને સ્થિર સંબંધો જાળવી રાખવા એ ત્રણેય દેશોના હિતમાં છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આવી અપેક્ષા રાખે છે, અને આ બાબત વૈશ્વિક સ્થિરતા, સંવાદ તથા સહકાર માટે પણ અનુકૂળ છે.”

