International

ફ્રાન્સનું ફાઈટર જેટ ‘મિરાજ ૨૦૦૦ડ્ઢ‘ નેન્સી નજીક દુર્ઘટનાગ્રસ્ત; એકનું મૃત્યુ, અન્ય એક ગુમ

ફ્રેન્ચ વાયુસેનાએ બુધવારે જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વીય ફ્રાન્સમાં તાલીમ મિશન દરમિયાન ફ્રેન્ચ મિરાજ ૨૦૦૦ડ્ઢ ફાઇટર જેટ ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા એક ક્રૂ મેમ્બરનું મોત થયું હતું. બીજા ક્રૂ મેમ્બર માટે શોધ કામગીરી ચાલી રહી છે.

વિમાન નેન્સીની બહારના વિસ્તારમાં તેના એર બેઝ નજીક લગભગ ૨૧૦૦ ય્સ્ વાગ્યે તૂટી પડ્યું હતું. વાયુસેનાના પ્રવક્તા કર્નલ ડેવિડ પાપાલાર્ડોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે ક્રેશ પહેલા ઓછામાં ઓછો એક ક્રૂ મેમ્બર બહાર નીકળી શક્યો ન હતો.

મીડિયા સૂત્રો અનુસાર, વિમાનમાં બે કર્મચારીઓ, એક ફાઇટર પાઇલટ અને ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સના એક શસ્ત્ર સિસ્ટમ અધિકારી હતા.

વિસ્તારના અનેક ગામોનું પ્રતિનિધિત્વ કરતા અધિકારી હેનરી લેમોઇને ફેસબુક પર જણાવ્યું હતું કે એક ડ્રોને કાટમાળ શોધી કાઢ્યો છે અને કટોકટી સેવાઓ ક્રેશ સ્થળ પર પહોંચી ગઈ છે.

ક્રેશનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.