International

બેલગ્રેડની વાયવ્ય દિશામાં આવેલા નોવા પાઝોવા અને સ્ટારા પાઝોવા વચ્ચે સર્બિયન સેનાનું મિગ-૨૯ ફાઈટર જેટ ક્રેશ

મંગળવારે સર્બિયાના ઉત્તરીય ભાગમાં એક ખેતરમાં સેનાનું ફાઈટર જેટ તૂટી પડ્યું હતું, જેમાં તેના પાઈલટનું મૃત્યુ થયું હતું.

આ ઘટના રાજધાની બેલગ્રેડથી લગભગ ૪૫ કિલોમીટર (૨૮ માઈલ) ઉત્તર-પશ્ચિમમાં આવેલા નોવા પાઝોવા અને સ્ટારા પાઝોવા નગરોની વચ્ચે બની હતી.

આ વિમાન બાતાજ્નિકા એર બેઝની ૨૦૪મી એવિએશન બ્રિગેડનું હતું.

રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિમાન બેલગ્રેડથી લગભગ ૩૧ કિલોમીટર (૧૯ માઈલ) ઉત્તર-પશ્ચિમમાં સ્ટારા પાઝોવા નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ૫૩ વર્ષીય પાઈલટ મેજર ગોરાન બુલાજિકનું મૃત્યુ થયું છે અને હાલમાં આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

વર્ષ ૨૦૦૬માં સર્બિયાને સ્વતંત્રતા મળી ત્યારથી, ત્યાંના સૈન્યમાં વિમાનો અને હેલિકોપ્ટરો સાથે સંકળાયેલી ૧૪ દુર્ઘટનાઓ બની છે, જેમાં કુલ ૧૭ લોકોના મોત થયા છે. આ અકસ્માતોમાં ૧૨ વિમાનો અને ૨ હેલિકોપ્ટર સામેલ હતા.

સર્બિયન વાયુસેના પાસે ૧૪ ‘મિગ-૨૯‘ (સ્ૈય્-૨૯) ફાઈટર જેટ છે, જે ૧૯૮૭ થી ૧૯૯૧ના સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યા હતા.

સર્બિયા તેના ‘મિગ-૨૯‘ કાફલાને બદલવાની યોજના ધરાવે છે. આ માટે તેણે ૨૦૨૪માં ૨.૭ અબજ યુરોમાં ફ્રાન્સના ૧૨ ‘દસો રાફેલ એફ૪‘ ફાઈટર જેટ ખરીદ્યા છે, જેની ડિલિવરી ૨૦૨૮માં થવાની છે.