National

કેરલમ વિધાનસભાએ ઝ્રઈઝ્ર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતો ઠરાવ પસાર કર્યો

કેરલમ વિધાનસભાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હોદ્દા પરથી હટાવવાની માંગ કરતો ઠરાવ પસાર કર્યો. કોંગ્રેસ તેમના પર ‘મત ચોરી‘ના મામલે ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવી રહી છે.

૧૬મી કેરલમ વિધાનસભાના બીજા સત્રના પ્રથમ દિવસે પસાર કરાયેલા આ ઠરાવમાં ત્રણ માંગણીઓ કરવામાં આવી હતી અને ભારતીય ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થઈ શકે તે વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં માંગ કરવામાં આવી હતી કે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન‘ (જીૈંઇ) ઝુંબેશમાં રહેલી અનિયમિતતાઓને દૂર કરવામાં આવે અને ભૂલથી યાદીમાંથી બાકાત કરાયેલા તમામ પાત્ર મતદારોના મતાધિકાર પુન:સ્થાપિત કરવામાં આવે.

આ ઉપરાંત, ઠરાવમાં જણાવાયું છે કે કુમારને હટાવવા જાેઈએ કારણ કે તેમની “નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે”.

‘મતાધિકાર એ લોકશાહીનો પાયો છે‘

ઠરાવમાં એવી માંગ પણ કરવામાં આવી હતી કે ચૂંટણી કમિશનરોની પસંદગી કરતી સમિતિનું પુનર્ગઠન કરવામાં આવે અને તેમાં વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા (ન્ર્ઁ) અને ભારતના મુખ્ય ન્યાયાધીશ (ઝ્રત્નૈં)નો સમાવેશ કરવામાં આવે.

મુખ્યમંત્રી વી.ડી. સતીશને ‘ઠ‘ (અગાઉનું ટ્વિટર) પર કહ્યું, “મતાધિકાર એ આપણી લોકશાહીનો પાયો છે. કોઈ પણ સંસ્થાને આપણા નાગરિકોના બંધારણીય અધિકારોને નબળા પાડવાની મંજૂરી આપી શકાય નહીં. અમારું વલણ સ્પષ્ટ છે. મતાધિકારનું રક્ષણ થવું જાેઈએ. બંધારણનું સન્માન જળવાવું જાેઈએ. લોકશાહી ટકી રહેવી જાેઈએ. કેરળ મુક્ત અને નિષ્???? ચૂંટણીઓ માટે મક્કમતાથી ઊભું છે.”

કુમાર સામે કોંગ્રેસના આક્ષેપો

કોંગ્રેસે વારંવાર કુમાર પર પ્રહારો કર્યા છે અને તેમના પર ‘મત ચોરી‘માં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે કુમારે તેમના પદ પરથી રાજીનામું આપવું જાેઈએ. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ઝ્રઈઝ્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (દ્ગજીછ) અજીત ડોભાલ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે.

ઉત્તર પ્રદેશના રાયબરેલીના લોકસભા સાંસદે નવી દિલ્હીમાં ઈન્દિરા ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કહ્યું, “બંધારણ પર હુમલો થઈ રહ્યો છે. આ વિરોધ કોઈ એક દિવસની વાત નથી; તે ચાલુ રહેશે… પોલીસ પણ સવાલ કરી રહી છે કે તેઓ જ્ઞાનેશ કુમાર જેવા ચોરનું રક્ષણ શા માટે કરી રહ્યા છે અને પોલીસ પર જ હુમલો શા માટે કરી રહ્યા છે.” “જ્ઞાનેશ કુમાર, તમારી ઊંઘ ઊડી ગઈ છે; અમે તમને છોડીશું નહીં… અમને તમારા ભૂતકાળ અને ભ્રષ્ટાચાર વિશે ખબર છે, અને અમે રાહ જાેઈ રહ્યા છીએ,” તેમણે ઉમેર્યું.