કોંગ્રેસ ‘અરાજકતા ફેલાવે છે અને બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા ઘટાડો કરે છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પર સત્તા પાછી મેળવવા માટે ‘અરાજકતા ફેલાવવાનો‘ અને બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા ઘટાડવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ એવા તોફાની તત્વોનું જૂથ છે જે રસ્તાઓ પર અરાજકતા ફેલાવવાનો અને વ્યવસ્થાનો વિરોધ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. “તે હવે વિદેશી શક્તિઓના હાથનું રમકડું બની ગઈ છે. સત્તા માટે તેઓ ક્યારેક બોમ્બ બનાવનારાઓ, ક્યારેક વંદા, ક્યારેક જ્યોર્જ સોરોસ જેવી રાષ્ટ્રવિરોધી શક્તિઓ અને ક્યારેક એનજીઓ નો સહારો લે છે,” તેમ કેન્દ્રીય મંત્રીએ કહ્યું.
કોંગ્રેસની હાર માટે નેતૃત્વ જવાબદાર: શિવરાજ
“ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી બંધારણીય સંસ્થાઓ પર સતત પ્રહારો કરી રહી છે. સ્થિતિ એવી બની ગઈ છે કે ચૂંટણીમાં હાર માટે બંધારણીય સંસ્થાઓને દોષ આપવો એ એક સામાન્ય બાબત બની ગઈ છે. સતત ચૂંટણીઓ હારવી અને તેના જવાબમાં વિરોધ પ્રદર્શનો કરવા કે મામલાને રસ્તા પર લઈ જવા એ કોંગ્રેસની નિયતિ બની ગઈ છે. આનું કારણ ચૂંટણી પંચ નથી, પરંતુ કોંગ્રેસનું દિશાહીન નેતૃત્વ છે. ઉત્તર પ્રદેશમાં સતત આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે; પંજાબમાં પ્રદેશ અધ્યક્ષ બદલવા પડ્યા હતા; અને વિવિધ સ્થળોએ નેતૃત્વને લઈને આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. આ કોંગ્રેસનું નેતૃત્વ છે—એવું નેતૃત્વ જે દેશ અને તેના લોકોને ઓળખતું નથી,” સિંહે કહ્યું.
ચૌહાણે કહ્યું કે કોંગ્રેસ ઓડિશામાં ૨૬ વર્ષથી, નાગાલેન્ડમાં ૨૩ વર્ષથી, ગોવામાં ૧૫ વર્ષથી અને દિલ્હીમાં ૧૩ વર્ષથી સત્તાની બહાર છે, અને ત્રણ-ચાર રાજ્યોને બાદ કરતાં અન્ય રાજ્યોમાં તે માત્ર એક ‘જુનિયર પાર્ટનર‘ (ગૌણ ભાગીદાર) બનીને રહી ગઈ છે.
“તમિલનાડુમાં તે ડીએમકે (ડ્ઢસ્દ્ભ) પર, બિહારમાં આરજેડી (ઇત્નડ્ઢ) પર, ઉત્તર પ્રદેશમાં ક્યારેક એસપી (જીઁ) તો ક્યારેક બીએસપી (મ્જીઁ) પર, ઝારખંડમાં જેએમએમ (ત્નસ્સ્) પર અને જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ પર ર્નિભર છે. કોંગ્રેસ એક જુનિયર પાર્ટનર અને ગૌણ ભૂમિકા ભજવનાર પક્ષ બનીને રહી ગઈ છે,” તેમણે ઉમેર્યું. ભાજપ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને બચાવી રહ્યું છે: રાહુલ ગાંધી
આ અગાઉ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને બચાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે વિરોધ પ્રદર્શનો વચ્ચે દિલ્હીમાં લાદવામાં આવેલા સુરક્ષા પ્રતિબંધો પર સવાલ ઉઠાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે પોલીસકર્મીઓને યુવા પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી હતી. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે સરકારના અધિકારીઓ વિપક્ષ સાથે માહિતી શેર કરી રહ્યા હતા.

