આંધ્રપ્રદેશના તિરુપતિ જીલ્લામાં આવેલા શ્રી સિટીની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં બોઈલર ફાટવાથી ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને અન્ય ૧૦ લોકો ઘાયલ થયા છે. આ ઘટના તિરુપતિ જિલ્લાના સત્યવેદુ મંડલ વિસ્તારમાં આવેલા શ્રી સિટીની એક ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીમાં બોઈલર ફાટવાને કારણે બની હતી.
આંધ્રપ્રદેશના શિક્ષણ અને આઈટી મંત્રી નારા લોકેશે આ ઘટના પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
મંત્રી નારા લોકેશે અધિકારીઓને સૂચના આપી હતી કે ઘાયલ કર્મચારીઓને શક્ય શ્રેષ્ઠ સારવાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે ખાતરી પણ આપી હતી કે સરકાર મૃતકોના પરિવારોની પડખે ઊભી રહેશે અને તેમને તમામ શક્ય મદદ પૂરી પાડશે.
મંત્રી નારા લોકેશે શું કહ્યું?
લોકેશે કહ્યું, “બોઈલર વિસ્ફોટમાં થયેલા મૃત્યુ અત્યંત દુ:ખદ છે. હું પીડિત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને અધિકારીઓને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા માટે કહું છું.”
રાત્રિ પાળી (નાઈટ શિફ્ટ) દરમિયાન કામદારો ફરજ પર હતા ત્યારે અચાનક આ વિસ્ફોટ થયો હતો. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોઈલર વિસ્ફોટનું ચોક્કસ કારણ અને અકસ્માત સમયે ઉદ્યોગની અંદર હાજર કામદારોની કુલ સંખ્યા હજુ સુધી જાણી શકાયું નથી.
બેંગલુરુમાં એક જ પરિવારના છ સભ્યોના મોત
અન્ય એક ઘટનામાં, પોલીસે જણાવ્યું હતું કે શનિવારે સવારે બેંગલુરુના નયનદહલ્લીમાં આવેલા તેમના ભાડાના મકાનમાં એલપીજી સિલિન્ડર લીક થવાની શંકાને કારણે લાગેલી આગમાં એક જ પરિવારના છ સભ્યો દાઝી ગયા હતા, જેમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોની ઓળખ કારિલિંગપ્પા (૪૦), તેમની પત્ની લક્ષ્મમ્મા (૪૨), ચૈત્રા (૧૧), બસવા (૯) અને ત્રણ વર્ષની જાેડિયા બહેનો ગીતા અને ગિરિજા તરીકે કરવામાં આવી છે. મૂળ રાયચુરના રહેવાસી આ પરિવાર વિનાયક લેઆઉટમાં ભાડાના મકાનમાં રહેતો હતો.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે પરિવાર રસોઈ બનાવી રહ્યો હતો; એલપીજી સિલિન્ડર લીક થવાની શંકાને કારણે આગ લાગી હતી, જેમાં છએય સભ્યો ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ચંદ્ર લેઆઉટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ઘટનાસ્થળની તપાસ કરી હતી. તેમણે ઉમેર્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અને તેઓ જાેખમની બહાર હોવાનું કહેવાય છે.

