દુધરેજ ગામ નજીક મામાના મંદિર પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલી એક માલગાડીના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
સુરેન્દ્રનગર જીલ્લામાં એક મોટી રેલ દુર્ઘટના થતા સમગ્ર ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. દૂધરેજ નજીક પેટ્રો કેમિકલ ભરેલી માલગાડીના ૩ જેટલા ડબ્બા અચાનક પાટા પરથી નીચે ઉતરી જતા રાજકોટ તરફ જતો મુખ્ય ટ્રેક અચાનક બંધ કરવાની ફરજ પડી હતી.
આ રેલ અકસ્માતના કારણે રાજકોટ, જામનગર, ઓખા, દ્વારકા અને વાંકાનેર તરફ જતી તમામ ટ્રેનોને અસર થઈ છે અને મુસાફરોએ કલાકો સુધી પ્લેટફોર્મ પર અટવાઈ રહેવું પડી રહ્યું છે.
બુધવારે બપોરના સમયે પેટ્રો કેમિકલ ભરેલી માલગાડી સુરેન્દ્રનગરથી રાજકોટ તરફ જઈ રહી હતી. દરમિયાન દૂધરેજ નજીકના રેલવે ટ્રેક પર અચાનક ટ્રેનના ડબ્બાઓમાં જાેરદાર આંચકો આવ્યો અને ત્રણ ડબ્બા પાટા નીચે ઉતરી ગયા. ડબ્બા પાટા પરથી ઉતરતાની સાથે જ મોટો અવાજ થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ટ્રેનના ડ્રાઈવર અને અન્ય સ્ટાફના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આ અકસ્માત રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે ટ્રેક પર બન્યો છે, જેના કારણે આ માર્ગ પરનો ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે.
આ ઘટના બનવાથી મુખ્ય અપ લાઈનનો પાટો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. જેના કારણે સુરેન્દ્રનગરથી રાજકોટ તરફ જતો તમામ ટ્રેન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી મળતી માહિતી મુજબ ઓખા, દ્વારકા, જામનગર, રાજકોટ, વાંકાનેર તરફ જતી એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
સુરેન્દ્રનગર રેલવે પ્લેટફોર્મ પર સેંકડો મુસાફરો પોતાની ટ્રેનની રાહ જાેઈને બેસી રહ્યા છે. છેલ્લા ૩ કલાકથી વધુ સમયથી કોઈ ટ્રેન ઉપડી ન હોવાથી મુસાફરોમાં ભારે હાલાકી જાેવા મળી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને પાણી અને અન્ય સુવિધા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ટ્રેન ક્યારે શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી ન મળતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
ઘટનાની જાણ થતા જ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. રાજકોટ ડિવિઝનના ડ્ઢઇસ્ સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલમાં પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બાઓને હટાવવા અને ટ્રેકને ફરીથી કાર્યરત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
પેટ્રો કેમિકલ જેવો જ્વલનશીલ પદાર્થ ભરેલો હોવાથી રેલવે તંત્ર અત્યંત સાવચેતી સાથે કામ કરી રહ્યું છે. કોઈપણ પ્રકારની લીકેજ કે આગની દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ક્રેનની મદદથી ડબ્બાઓને ઉંચકવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ડબ્બાઓ ભારે હોવાથી અને પેટ્રો કેમિકલ ભરેલું હોવાથી કામગીરીમાં સમય લાગયો હતો.
રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેકને ફરીથી કાર્યરત કરતા હજુ ૩-૪ કલાકથી વધુ સમય લાગયો હતો કેમ કે, ટ્રેકને થયેલું નુકસાન અને ડબ્બાઓને હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રેકનું સમારકામ કરવું પડશે અને ત્યારબાદ જ સલામતીની તપાસ કરીને ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.
આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં ટ્રેકમાં ટેકનિકલ ખામી અને નવા નાખેલ ટ્રેકના કારણે ટ્રેન નીચે ઉતરી હોવાની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેલવે તંત્ર દ્વારા આ અંગે વિસ્તૃત તપાસના આદેશો આપવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવશે.

