National

સિક્કિમમાં ભારે વરસાદને કારણે અનેક ભૂસ્ખલન થતાં લગભગ ૨૦૦ પ્રવાસીઓ ફસાયા

સિક્કિમ ના મુખ્ય અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં અનેક સ્થળો પર ભારે વરસાદને કારણે થયેલા અનેક ભૂસ્ખલનને કારણે રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ હતી, જેના કારણે ઉત્તર સિક્કિમના ચુંગથાંગમાં ઓછામાં ઓછા ૨૦૦ પ્રવાસીઓ ફસાયા હતા. વિગતો આપતાં, મંગન જિલ્લા કલેક્ટર અનંત જૈને જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે મહત્વપૂર્ણ ચુંગથાંગ-લાચેન રૂટ પર ભૂસ્ખલન થયું હતું, જેના કારણે લાચેન જતા પ્રવાસીઓ અધવચ્ચે જ ફસાયા હતા.

તેમણે જણાવ્યું હતું કે ચુંગથાંગમાં ૈં્મ્ઁ કેમ્પ અને ગુરુદ્વારામાં ફસાયેલા મુલાકાતીઓને રાતોરાત રાખવામાં આવ્યા હતા.

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા પુન:સ્થાપન કાર્ય ચાલી રહ્યું છે, અધિકારીઓએ ઉમેર્યું હતું કે હવામાન પરિસ્થિતિઓના આધારે માર્ગોને સલામત જાહેર કર્યા પછી જ મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. કેટલાક પ્રવાસીઓ ત્યારથી ગંગટોક પાછા ફર્યા છે અને તેમની મુસાફરી યોજનાઓ રદ કરી છે, તેમણે જણાવ્યું હતું.

આ દરમિયાન, મંગળવારે રાત્રે પણ બંધ કરાયેલ લાચુંગનો રસ્તો સાફ કરવામાં આવ્યો છે, અને તે બાજુના પ્રવાસીઓને બુધવારે સવારે સુરક્ષિત રીતે ગંગટોક પાછા મોકલવામાં આવ્યા હતા.

ભારે હિમવર્ષાને કારણે મુખ્ય પ્રવાસન સ્થળો બંધ

અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રદેશમાં સતત વરસાદ ચાલુ હોવાથી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ૨૦૨૩ના હિમનદી તળાવના પૂર (ય્ન્ર્ંહ્લ)માં ભારે નુકસાન થયા બાદ લાચેન માર્ગ તાજેતરમાં જ ૯ માર્ચે ફરીથી ખોલવામાં આવ્યો હતો.

વધુમાં, છેલ્લા કેટલાક દિવસોમાં ભારે હિમવર્ષાને કારણે ત્સોમગો તળાવ અને નાથુલા જેવા મુખ્ય પ્રવાસન સ્થળો બંધ છે.