ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને શુક્રવારે બિહારમાં પૂરની ગંભીર સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા ત્વરિત પગલાં, કેન્દ્ર સરકાર તરફથી મળેલા સહયોગ તેમજ તેમના પોતાના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો.
નિતિન નબીને જણાવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય, રાહત શિબિરો અને પાકના નુકસાનના સર્વેક્ષણ દ્વારા તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે અને આ સંકટના સમયમાં સમગ્ર સરકાર લોકોની સાથે મક્કમતાથી ઊભી છે.
નબીને કહ્યું કે રાજ્યની સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને સરકાર અસરગ્રસ્ત લોકો સુધી સમયસર રાહત અને જરૂરી સહાય પહોંચાડવા માટે સંપૂર્ણ તત્પરતા સાથે કામ કરી રહી છે.
પ્રેસ રિલીઝ અનુસાર, “સંકટની આ ઘડીમાં પોતાની જવાબદારી નિભાવતા તેમણે મુખ્યમંત્રી રાહત ફંડમાં ?૬,૩૫,૦૦૦નું યોગદાન આપ્યું, જે રાજ્યસભાના સાંસદ તરીકેનો તેમનો ત્રણ મહિનાનો પગાર હતો. નબીને એમ પણ જણાવ્યું કે રાજ્ય સરકારે પૂરથી અસરગ્રસ્ત પરિવારોને પ્રતિ પરિવાર ?૭,૦૦૦ના દરે ?૫૫૦ કરોડથી વધુની આર્થિક સહાય પહેલેથી જ પૂરી પાડી છે.”
રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત શિબિરો, સામુદાયિક રસોડા, તબીબી સુવિધાઓ અને પશુઓ માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. બચાવ કામગીરી માટે દ્ગડ્ઢઇહ્લ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને જીડ્ઢઇહ્લ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમોને સંપૂર્ણ સજ્જતા સાથે તૈનાત કરવામાં આવી છે, જ્યારે પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવાની અને ખેડૂતોને જરૂરી સહાય પૂરી પાડવાની પ્રક્રિયા પણ ચાલુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા સહયોગનો ઉલ્લેખ કરતા નબીને જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, પીડિતોને મળ્યા અને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી. અંતમાં, તેમણે ખાતરી આપી હતી કે તેઓ બિહારના તમામ પૂરગ્રસ્ત પરિવારોની પડખે ઊભા રહેવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા અનુસાર, બિહારના ૧૫ જિલ્લાઓમાં ૪૯.૬૭ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
અસરગ્રસ્ત જિલ્લાઓમાં પટના, ભોજપુર, સારણ, વૈશાલી, ભાગલપુર, બેગુસરાય, બક્સર, સમસ્તીપુર, મુંગેર, કટિહાર, લખીસરાય, ખગડિયા, પૂર્ણિયા, મધેપુરા અને અરરિયાનો સમાવેશ થાય છે.

