National

RTC કર્મચારીઓનું પ્રદર્શન; સરકારમાં વિલિનીકરણની માંગ પર ૩ દિવસથી હડતાળ

તેલંગાણાના વારંગલ જિલ્લામાં બસ ડ્રાઈવરે પોતાના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. ૫૦ વર્ષીય RTC કર્મચારી શંકર ગૌડ અન્ય ડ્રાઈવરો સાથે રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન પર બેઠા હતા. આગને કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા.શંકરને વારંગલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની હાલત બગડતાં તેમને હૈદરાબાદની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. સારવાર દરમિયાન શુક્રવારે વહેલી સવારે લગભગ ૧:૩૦ વાગ્યે તેમનું મોત થયું.ખરેખરમાં, ઇ્ઝ્ર કર્મચારીઓની સંયુક્ત કાર્યવાહી સમિતિ એ ૨૨ એપ્રિલથી વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરી હતી. તેઓ શાંતિપૂર્ણ માર્ચ અને જનપ્રતિનિધિઓને આવેદનપત્ર આપવાના હતા. કર્મચારીઓ ૩૨ માંગણીઓને લઈને અનિશ્ચિતકાળની હડતાળ પર છે, જેમાં ઇ્ઝ્રના સરકારી વિલિનીકરણની માંગ મુખ્ય છે.ઘટના પર મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીએ શોક વ્યક્ત કર્યો છે.

તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ખાતરી આપી કે સરકાર શક્ય તમામ મદદ કરશે અને તેમની સાથે ઊભી રહેશે.RTC કર્મચારીઓની ચાલુ હડતાળને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કર્મચારીઓને કોઈપણ પ્રકારનું ખોટું પગલું ન ભરવા અપીલ કરી છે અને વાતચીત માટે આમંત્રિત કર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર કર્મચારીઓની સમસ્યાઓના નિરાકરણ માટે ગંભીર પ્રયાસો કરશે.નલગોંડામાં પણ અન્ય એક ઇ્ઝ્ર કર્મચારી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના સમાચાર છે, જાેકે તેને કોઈ ઈજા થઈ નથી. જ્યારે ખમ્મમમાં સામે આવેલા અન્ય એક કેસને પોલીસે હડતાળ સાથે અસંબંધિત ગણાવીને પારિવારિક કારણો સાથે જાેડાયેલો ગણાવ્યો છે.મુખ્યમંત્રીએ ગુરુવારે નાયબ મુખ્યમંત્રી મલ્લુ ભટ્ટી વિક્રમાર્કને મંત્રીઓને કર્મચારી યુનિયનોને વાતચીત માટે બોલાવવાના નિર્દેશ આપ્યા હતા.