National

જાતીય સતામણી કેસ: અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને ધરપકડથી વચગાળાનું રક્ષણ મળ્યું

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામેના જાતીય સતામણીના કેસમાં, અલ્હાબાદ હાઈકોર્ટે તેમને અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરીને મોટી રાહત આપી છે. કોર્ટે બંને વ્યક્તિઓની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે.

ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર સિંહાની સિંગલ બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો.

અલ્હાબાદ હાઈકોર્ટે અગાઉ ૨૭ ફેબ્રુઆરીએ આગોતરા જામીન અરજી પર સુનાવણી પૂર્ણ કર્યા પછી પોતાનો ર્નિણય અનામત રાખ્યો હતો. તેણે આગામી સુનાવણી સુધી આ કેસમાં જ્ર્યોતિમથ શંકરાચાર્યની ધરપકડ પર પણ રોક લગાવી હતી.

કેસ વિશે

અગાઉ, પ્રયાગરાજની એક જિલ્લા અદાલતે પોલીસને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને અન્ય લોકો સામે સગીર સાથે સંકળાયેલા જાતીય શોષણના આરોપોમાં કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશ ર્ઁંઝ્રર્જીં અને બળાત્કાર વિશેષ અદાલતના અધ્યક્ષતા કરતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિનોદ કુમાર ચૌરસિયા દ્વારા જારી કરવામાં આવ્યો હતો.

ફરિયાદ તુલસી પીઠના વડા સ્વામી રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ રજૂ કરી હતી. આ અરજી પર કાર્યવાહી કરતા, કોર્ટે ઝુન્સી પોલીસને હ્લૈંઇ નોંધવા અને આ મામલાની તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો.