National

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સમગ્ર NEET પ્રક્રિયાના સંસ્થાકીયકરણ અંગે વિચારણા કરવા કહ્યું; વ્યવસ્થાની સ્થિરતા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સમગ્ર NEET પ્રક્રિયાના સંસ્થાકીયકરણ અંગે વિચારણા કરવા કહ્યું છે અને જણાવ્યું છે કે સિસ્ટમમાં સ્થિરતા કે કાયમી સ્વરૂપ હોવું અત્યંત આવશ્યક છે. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેએ કહ્યું કે તેઓ સિસ્ટમની ચકાસણી કરવા માટે દ્ગ્છની નવી અપગ્રેડ કરાયેલી સુવિધાની મુલાકાત લેશે.

કેન્દ્ર સરકારે નંદન નિલેકણી સમિતિ અંગે માહિતી માંગી

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી નંદન નિલેકણી સમિતિ વિશે માહિતી માંગી હતી અને જણાવ્યું હતું કે આ માહિતીમાં સમિતિની ભલામણો, રોડમેપ અને દ્ગ્છમાં સુધારાઓના અમલીકરણની વર્તમાન સ્થિતિનો સમાવેશ થવો જાેઈએ.

જસ્ટિસ નરસિંહાએ પૂછ્યું કે શું પ્રગતિ થઈ છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સમિતિએ વ્યાપક ચર્ચાઓ કરી છે અને આ મહિનાના અંત સુધીમાં તેનો અહેવાલ રજૂ કરવાની અપેક્ષા છે.

જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે દ્ગ્છમાં સુધારાઓની દેખરેખ રાખતી વખતે કહ્યું, “અમે આવીને જાેઈશું કે સિસ્ટમ ખરેખર અમલમાં છે કે નહીં, તે કામ કરી રહી છે કે નહીં, અને માનવબળ વગેરે જેવી તમામ બાબતોની ચકાસણી કરીશું.” સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સમિતિની ભલામણો માત્ર અહેવાલો પૂરતી મર્યાદિત ન રહેવી જાેઈએ પરંતુ તેનું વાસ્તવમાં અમલીકરણ થવું જાેઈએ.

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે નિલેકણીના નેતૃત્વવાળી પેનલે દ્ગઈઈ્ અંગે વ્યાપક પરામર્શ કર્યો છે

બીજી તરફ, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટેને જણાવ્યું હતું કે દ્ગઈઈ્માં માળખાકીય સુધારાઓ સૂચવવા માટે રચાયેલી નંદન નિલેકણીના નેતૃત્વવાળી ઉચ્ચ-સ્તરીય પેનલે વ્યાપક પરામર્શ કર્યો છે અને તે આ મહિનાના અંત સુધીમાં તેનો પ્રથમ વચગાળાનો અહેવાલ રજૂ કરે તેવી શક્યતા છે.

આ બાબતની સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચને જણાવ્યું હતું કે તમામ સૂચનો પેનલ સમક્ષ મૂકવામાં આવ્યા હતા, અને પેનલે ભૂતપૂર્વ ૈંજીઇર્ં અધ્યક્ષ કે. રાધાકૃષ્ણનના નેતૃત્વ હેઠળની અગાઉની સમિતિના સભ્યો સાથે પરામર્શ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે ર્ડ્ઢઁ્ને અત્યાર સુધી લેવાયેલા પગલાં અંગે સોગંદનામું દાખલ કરવા કહ્યું

સુપ્રીમ કોર્ટની બેન્ચે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (ર્ડ્ઢઁ્) ના સંયુક્ત સચિવને – જેઓ નિલેકણી પેનલને સહાય કરી રહ્યા છે – અત્યાર સુધી લેવાયેલા પગલાં અંગે કોર્ટ સમક્ષ સોગંદનામું દાખલ કરવા પણ કહ્યું હતું.

સર્વોચ્ચ અદાલતે મહેતાને કહ્યું કે આ બાબતમાં સૌથી મહત્વની વાત એ છે કે સરકારે ‘નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ‘ (દ્ગઈઈ્) યોજવાની સમગ્ર પ્રક્રિયાના સંસ્થાકીયકરણ અંગે વિચારણા કરવી જાેઈએ.