ત્રિપુરા પોલીસે એક મહત્વના ઘટનાક્રમમાં જણાવ્યું હતું કે, બુધવારે ત્રિપુરાના ઉનાકોટી જિલ્લાની એક અદાલતે ભારત ગેરકાયદેસર રીતે પ્રવેશવા અને પાસપોર્ટ એક્ટ તથા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ બે અલગ-અલગ કેસોમાં એક દંપતી સહિત પાંચ બાંગ્લાદેશી નાગરિકોને બે વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.
ઇમરાન હુસૈન, અરમાન હુસૈન અને મનીર હુસૈન તરીકે ઓળખાયેલા આ ત્રણ પુરુષો બાંગ્લાદેશના કોમિલા જિલ્લાના રહેવાસી હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને ઉનાકોટી જિલ્લાના કૈલાશહર સ્થિત પૈતુરબજાર મોટરસ્ટેન્ડ ખાતે બે ભારતીય દલાલો સાથે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ બાંગ્લાદેશી નાગરિકોએ આ વર્ષે ૧ ફેબ્રુઆરીના રોજ ભારતીય દલાલોની મદદથી કૈલાશહરના ઈરાની પોલીસ સ્ટેશન હેઠળ આવતી રંગૌતી સરહદ દ્વારા ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.
અધિકારીઓએ ઉમેર્યું હતું કે જ્યારે તેઓ રાજ્યમાં પ્રવેશ્યા ત્યારે તેમની પાસે કોઈ કાયદેસરના દસ્તાવેજાે નહોતા.
અદાલતે તેમને બે વર્ષની સખત કેદની સજા ફટકારી અને દરેક પર ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો. જાે તેઓ દંડ ભરવામાં નિષ્ફળ જશે, તો તેમણે વધારાની બે મહિનાની કેદ ભોગવવી પડશે. તેમને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની કલમ ૨૧/૨૩ અને મ્દ્ગજી (ભારતીય ન્યાય સંહિતા) ની અન્ય સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
એક અલગ ઘટનામાં, પોલીસે ગયા વર્ષે ૧૦ જૂનના રોજ કૈલાશહરમાં એક નવનિર્મિત ઈમારતમાંથી એક સગીર બાળક સાથે એક દંપતીને અટકાયતમાં લીધા હતા.
તેમની ઓળખ શિયુલી બેગમ અને શાહિદ શેખ તરીકે થઈ હતી, જેઓ બંને બાંગ્લાદેશના રંગપુર જિલ્લાના રહેવાસી હતા.
પૂછપરછ દરમિયાન, તેમણે કબૂલાત કરી હતી કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા અને બાંગ્લાદેશ પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ટ્રાયલ બાદ, અદાલતે તેમને દોષિત ઠેરવ્યા અને બે વર્ષની સખત કેદની સજા સંભળાવી, સાથે જ દરેક પર ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો. જાે તેઓ દંડ ભરવામાં નિષ્ફળ જશે, તો તેમણે વધારાની બે મહિનાની કેદ ભોગવવી પડશે. તેમને ૈંઁઁ એક્ટની કલમ ૦૩ અને ફોરેનર્સ એક્ટની કલમ ૧૪(ટ્ઠ)(હ્વ) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

