Gujarat

અમેરિકન નાગરિકોને બેંક ખાતું બંધ થવાનો ડર આપી પૈસા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું

અમદાવાદ
વિરાટનગરના પંચવટી પાર્કના મકાનમાંથી અમેરિકન નાગરિકોને લોન ન ભરી હોવાથી બેંક ખાતું બંધ થઈ જશે તથા ચેક બાઉન્સ થશે તેવી ધમકી આપી પૈસા પડાવતા કોલ સેન્ટર પર નિકોલ પોલીસે દરોડો પાડી બેને ઝડપી પાડ્યા છે. નિકોલ પોલીસને બાતમી મળી હતી કે, મુક્તિધામ એસ્ટેટ ખાતે એક શખ્સ મુક્તિધામ એસ્ટેટ સારંગ ફ્લેટની સામે ઊભો છે તે તેના ફોનમાં ગૂગલ વોઈસ નામની એપ અને ટેક્સ્ટ નાઉ નામની એપથી ગેરકાયદે જીમેઈલ આઈડી બનાવી ફેક અમેરિકન ત્રણ કે ચાર નંબર મેળવી અમેરિકામાં રહેતા રહીશો કે જેમણે અમેરિકન બેંકમાંથી લોન લીધી હોય અને હપતા ભરપાઈ ન કર્યા હોય તેવા અમેરિકન નાગરિકોનો હપતા ન ભરો તો બેંક એકાઉન્ટ બંધ કરી નાખવાની તેમ જ ચેક બાઉન્સ થવાની ધમકી વોઇસ કોલ દ્વારા તથા જીમેઇલ દ્વારા મોકલી લોન પેટે ડોલર ભરાવી અમેરિકન નાગરિક સાથે ઠગાઈ કરે છે. આ બાતમીને આધારે પોલીસે રાજેન્દ્રકુમાર દુબેને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં તે તેના વિરાટનગરના પંચવટી પાર્ક સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈના ઘરે ભેગા મળી આ કામ કરતા હોવાનું સામે આવતા નિકોલ પોલીસે તે જગ્યાએ દરોડો પાડીને ગોવિંદની ધરપકડ કરી હતી.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *