થોડા દિવસ પહેલા મહીલાના ઘર બહાર હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી…
ઊના – ગીરગઢડાના ફાટસર ગામે માનવ ઇજા પહોચનાર દીપડો પાંજરમાં કેદ થયો હતો. ફાટસર ગામે થોડા દિવસ પહેલા રાત્રીના સમયે મહીલા પર ખૂંખાર દીપડાએ અચાનક હુમલો કરી દેતા શરીરના અલગ અલગ ભાગમાં ગંભીર ઇજા પહોચાડી હતી. અને ગામમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો. વનવિભાગ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી જઇ પાંજરા ગોઠવી દીધેલ હતા. અને દીપડો આ વિસ્તારમાં ફરી આવી ચઢતા શિકારની લાલચમાં દીપડો પાંજરે પુરાઇ ગયો હતો. વનવિભાગે દીપડાને પાંજરા સાથે જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ હોય ખૂંખાર દીપડો પાંજરે પુરાતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


