Gujarat

ગીરગઢડાના બેડીયા ગામે ગીર હુડા આહિર સમાજના 56 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં..

ગીરગઢડાના બેડીયા ગામે આહીર સમાજ સેવા સમિતિ દ્વારા 16 મો સમૂહ લગ્ન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. જેમાં ગીર હુડા આહિર સમાજના 56 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં. આ તકે આ કાર્યક્રમ અધ્યક્ષ ડાયાભાઈ ગુંદરાસિયા, સમૂહ લગ્ન પ્રમુખ રાજુભાઇ લાડુમોર, મુખ્યદાતા વશરામભાઈ કાતરીયા, પાંચાભાઈ હડિયા, ડાયાભાઈ જાલોદરા, તથા સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમુહ લગ્નમાં 56 નવદંપતિઓએ આગેવાનોના આશીર્વાદ મેળવ્યા. આ સમારોહ ને સફળ બનવા સુરેશભાઈ હડિયા, સરપંચ બેડીયા તેમજ સ્વયંમ સેવક દ્વારા અથાત મેહનત કરી હતી. જેવોને આહિર સમાજ દ્રારા બીરદાવ્યા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *