National

શિક્ષિકા બની પુરુષ, વિદ્યાર્થિની સાથે થયો પ્રેમ, પછી લગ્ન કરી લીધા

ભરતપુર
પ્રેમ આંધળો હોય છે. આ કહેવત બધાએ સાંભળી જ હશે. લોકો પ્રેમને પામવા માટે કઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. તેઓ કોઈ પણ હદે પહોંચી જાય છે. તાજેતરમાં જ આવો એક દાખલો રાજસ્થાનના ભરતપુરમાં સામે આવ્યો છે. ભરતપુરમાં એક શિક્ષિકાને તેના વિદ્યાર્થિની સાથે પ્રેમ થઈ ગયો હતો. શિક્ષિકા તેને પામવા કઈ પણ કરી છૂટવા તૈયાર હતી અને અંતે તેણે જેન્ડર ચેન્જ કરાવ્યું હતું. આ કિસ્સાની વધુ વિગતો મુજબ સરકારી સ્કૂલમાં ભણાવતી ફિઝિકલ ટીચર મીરાને પોતાની જ સ્કૂલમાં ભણતી સ્ટુડન્ટ કલ્પના સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને લગ્ન પણ કરવા માંગતા હતા. જેથી ટીચર મીરાએ પોતાનું જેન્ડર બદલવાનું નક્કી કર્યું અને તે પુરુષ બની ગઈ ગઈ હતી. ત્યારબાદ હાલમાં જ ટીચર અને સ્ટુડન્ટે લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ બંને ખૂબ જ ખુશ છે અને બંનેના લગ્ન બાબતે તેમના પરિવારને પણ કોઈ વાંધો નથી અને તેઓ ખૂબ ખુશ પણ છે. આ લગ્ન અત્યારે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. લિંગ પરિવર્તન કરાવ્યા બાદ વરરાજા તરીકે લગ્ન કરનારી મીરાએ જણાવ્યું હતું કે, હું એક સરકારી શાળામાં ફિઝિકલ ટીચર તરીકે કામ કરું છું અને ગામની વિદ્યાર્થીની કલ્પના સ્કૂલમાં રમવા આવતી હતી અને તે રમવામાં ખૂબ જ હોશિયાર હતી. મીરાએ કહ્યું કે રમતાં-રમતાં તેને કલ્પના સાથે પ્રેમ થઇ ગયો હતો. મીરા કહે છે કે હું છોકરી તરીકે જન્મી છું, પરંતુ મને હંમેશા એવું લાગતું હતું કે હું અંદરથી છોકરો છું. આવી સ્થિતિમાં મેં મારું લિંગ બદલવાનો ર્નિણય કર્યો અને પછી બે દિવસ પહેલા જ વિદ્યાર્થીની કલ્પના સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ દુલ્હન બનેલી વિદ્યાર્થિની કલ્પનાએ જણાવ્યું કે મીરા મારી સ્કૂલમાં ફિઝિકલ ટીચર હતી અને હું રમવા જતી હતી. રમતી વખતે જ અમે પ્રેમમાં પડી ગયા હતા અને મીરાએ લગ્ન કરવા માટે તેનું લિંગ બદલી નાખ્યું હતું અને મારા માટે છોકરો બની ગઈ હતી. કલ્પનાએ કહ્યું કે અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને બંનેના પરિવાર પણ અમારા લગ્નથી ખુશ છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *