સુરતમાં આવેલા તૌકતે વાવાઝોડાના કારણે વર્ષો જુના અને નવા મળીને ત્રણસોથી વધુ વૃક્ષો ધરાશાયી થયાં હતા. પાલિકા તંત્ર તુટી પડેલા વૃક્ષોની જગ્યાએ પર્યાવરણની જાળવણી થાય તેવા નવા વૃક્ષો રોપવાનો નિર્ણય કર્યો છે. પાલિકા હજી પણ તુટી પડેલા વૃક્ષોના લાકડાં દુર કરવાની કામગીરી કરી રહી છે તેની સાથે જે જગ્યાએ વૃક્ષો તુટી પડયા હતા તે જગ્યાએ વૃક્ષક્ષ રોપવાની શરૂઆત કરી દીધી છે. સુરતમાં ત્રણસો જેટલા વૃક્ષ તુટી પડયા હતા તેની જગ્યાએ 600થી વધુ વૃક્ષો રાપવા માટેની કામગીરી પાલિકાએ શરૂ કરી છે.
પાલિકા તંત્ર દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે વૃત્રક્ષોરાપણનો કાર્યક્રમ કરે છે પરંતુ આ વર્ષે આવેલા તૌકતે વાવાઝોડાના કારણે પાલિકાએ વિશ્વ પર્યાવરણ દિવસની રાહ જોયા વિના જ વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ કરી દીધો છે. તૌકતે વાવાઝોડાની અસરના કારણે સુરતમા ૮6 કિલોમીટરની ઝડપે પ વન ફુંકાયો હતો જેના કારણે પાલિકાને ૧0 કરોડથી વધુનું નુકસાન થયું હતું. આ વાવાઝોડામાં પાલિકા વિસ્તારમાં ઘટાદાર અને નાના વૃક્ષ મળીને ત્રણસો જેટલા વૃક્ષો તુટી પડયા હતા.
પાલિકાના ગાર્ડન વિભાગે પર્યાવરણની જાળવણી થાય તે માટેનો નિર્ણય કર્યો છે. ગાર્ડન સુપ્રિન્ટેન્ડટ એસ. ગૌતમે જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે જે જગ્યાએ વૃક્ષો તુટી પડયા હતા તેની જગ્યાએ જ વૃક્ષો રોપવામાં આવે તેવા પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. લીમડાના વૃક્ષો પર્યાવરણ માટે ઘણાં ઉપયોગી છે અને ઘટાદાર બને છે ઉપરાંત લીમડાના ઝાંડમાથી ઓક્સીજન પણ વધુ મળે છે તેથી સૌથી વધુ લીમડાના વૃક્ષો રોપવાનો નિર્ણય કરાયો છે.વાવાઝોડાના કારણે ત્રણસો વૃક્ષ તુટી પડયા છે પરંતુ પાલિકા 600 જેટલા વૃક્ષ રોપવાનો નિર્ણય કરાયો છે અને હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં વૃક્ષારોપણ થઈ રહ્યં છે અને આગામી દિવસોમાં વરસાદ પણ શરૂ થશે તેથી વૃક્ષ રોપવામાં આવ્યા છે તે ઉગી પણ જશે. જે જગ્યાએ વૃક્ષ તુટી પડયા છે તે જગ્યાએ જ રોપા રોપવામા આવી રહ્યાં છે પરંતુ કેટલીક જગ્યાએ રોપી ન શકાતું હોય તેની નજીક રોપા રોપવામાં આવશે. પાલિકા તંત્રએ તુટી પડેલા 300 વૃક્ષને બદલે 600 વૃક્ષ ઉગાડવાનો નિર્ણય કર્યો છે પરંતુ તેમાંથી કેટલા વૃક્ષ ઉગશે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે.
રીપોટ
સુનિલ ગાંજાવાલા
સુરત


