Delhi

ચુકાદાનો શ્રેય મેળવવા સત્તારૂઢ અને વિપક્ષ વચ્ચે પડાપડી મનમોહને શરૂ કરેલી પ્રક્રિયાનું પરિણામઃ કોંગ્રેસ

નવીદિલ્હી
ભાજપ અને કોંગ્રેસ બંનેએ આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત અંગેના સુપ્રીમના ચુકાદાનો શ્રેય મેળવવાના દાવા શરૂ કરી દીધા છે. જાેકે, તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ચુકાદાની ટીકા કરી હતી અને તેને સદીઓ જૂની સામાજિક ન્યાયની લડાઇ માટે આંચકો ગણાવ્યો હતો.ભાજપે સુપ્રીમ કોર્ટના ચુકાદાની પ્રશંસા કરી હતી. પક્ષે કોર્ટના ર્નિણયને દેશના ગરીબોને સામાજિક ન્યાય પૂરો પાડવાના વડાપ્રધાન મોદીના મિશનની જીત ગણાવી હતી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવા પક્ષો માટે લપડાક છે જેમણે પોતાના સ્વાર્થ માટે મતભેદ ઊભા કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ સુપ્રીમ કોર્ટના ર્નિણયને આવકાર્યો હતો અને ખાનગી ક્ષેત્રમાં પણ અનામતની માંગ કરી હતી. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, ‘આર્થિક અનામત માટેનું એમેન્ડમેન્ટ મનમોહન સિંઘ સરકારે શરૂ કરેલી પ્રક્રિયાનું પરિણામ છે.’ કોંગ્રેસના જયરામ રમેશે જણાવ્યું હતું કે, ‘એમેન્ડમેન્ટ મનમોહન સિંઘ સરકારે ૨૦૦૫-૦૬માં સિન્હો કમિશનની નિમણૂક સાથે શરૂ કરેલી પ્રક્રિયાનું પરિણામ છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘વ્યાપક ચર્ચા પછી આ મુદ્દે ૨૦૧૪માં ખરડો તૈયાર હતો. જેના અમલ માટે મોદી સરકારને પાંચ વર્ષ લાગ્યા હતા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *