Maharashtra

સુપ્રિયા સુલેને અપશબ્દો બોલવા બદલ મહારાષ્ટ્રના મંત્રી સામે એફઆઇઆર નોંધાવી

મુંબઈ
મહારાષ્ટ્રના રાજકારણમાં મંત્રી અબ્દુલ સત્તારના નિવેદનથી નવો વિવાદ સર્જાયો છે. નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ મહારાષ્ટ્રના મંત્રી અબ્દુલ સત્તાર વિરુદ્ધ એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન પાર્ટીના સાંસદ અને શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલેને કથિત રીતે અપશબ્દો બોલવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અબ્દુલ સત્તારના ઘરની બહાર એનસીપી કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કેટલાક કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મંત્રીના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને પથ્થરમારો કરીને કાચ પણ તોડી પાડવામાં આવ્યા હતા. સત્તારને લાંચની ઓફરના આરોપો વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે મિજાજ ગુમાવ્યો હતો અને કથિત રીતે સાંસદ સામે અપશબ્દો બોલ્યા હતા. ઉપનગરીય મુંબઈના બોરીવલી પોલીસ સ્ટેશનમાં એડવોકેટ ઈન્દરપાલ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી તેમની ફરિયાદમાં, એનસીપી કાર્યકર્તાઓએ સત્તાર પર ‘દેશની સમગ્ર મહિલા સમુદાયનું અપમાન’ કરવાનો આરોપ મૂક્યો હતો. એનસીપીએ તેના ફરિયાદ પત્રમાં જણાવ્યું હતું કે ૭ નવેમ્બરે લોકશાહી મરાઠી ન્યૂઝ ચેનલ પર કેબિનેટ મંત્રી અબ્દુલ સત્તારે સાંસદ સુપ્રિયા સુલે વિરુદ્ધ અપમાનજનક અને અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે લોકશાહીના પત્રકારોએ તેમને ‘૫૦ ખોખા (રૂ. ૫૦ કરોડનો આરોપ)’ વિશે પૂછ્યું તો તેઓ ગુસ્સે થઈ ગયા અને ગંદી ભાષામાં જવાબ આપ્યો હતો. દ્ગઝ્રઁએ તેને દેશની સમગ્ર મહિલા સમુદાયનું અપમાન ગણાવ્યું છે અને તેમની ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે કાયદા અનુસાર આ બાબત પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે/સંજ્ઞાન લેવામાં આવે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *