ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર, ડી એસ ટી, ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા આજ રોજ તા. 8 નવેમ્બર ના દિવસે આ વર્ષ નું અંતિમ ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ નિહાળવા નું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ ચન્દ્ર ગ્રહણ વિજ્ઞાન કેન્દ્ર, બોડેલી, કવાંટ તથા યુનાઇટેડ સ્કુલ છોટાઉદેપુર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું. વિજ્ઞાન કેન્દ્ર ના તજજ્ઞ રાજેશ બધેલ, સુરેશ પટેલ, અશોકભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થી ઓ તેમજ જાહેર જનતા ને ટેલિસ્કોપ દ્વારા ગ્રહણ બતાવવામાં આવ્યું તેમજ ગ્રહણ વિશે અંધ શ્રદ્ધા વિષય ઉપર વિશેષ જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું.જિલ્લા ના બાળકો તેમજ અન્ય લોકો એ આ કાર્યક્રમ નો લાભ ઉઠાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન જિલ્લા કો ઓર્ડીનેટર તથા વિજ્ઞાન કેન્દ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


