*માત્ર તું*
જોષી દર્શના પી.
પ્રેમ એહસાસનો ધબકારો તું,
પ્રિત રાહનો એહસાસ માત્ર તું.
પાંપણ વચ્ચેનો પ્રેમ તું,
પળ પળનો એહસાસ માત્ર તું.
હ્રદયનો વહેતો પ્રવાહ માત્ર તું,
એકજ અજબનો એહસાસ માત્ર તું.
આંખોના સાગરનો પ્રેમ તું,
સ્નેહ,લાગણીના ઝરણાનો એહસાસ માત્ર તું.
હૈયાના સ્પંદનમા ધબકારો તું,
મૌન તણો ઘંટરાવનો એહસાસ માત્ર તું.
ફુલોને સ્પર્શીને વહેતો બગીચો તું,
ઝાકળ ભીનો સેલ્લારાનો એહસાસ માત્ર તું.
પગલાં કેરા પડછાયાંનો પવિત્ર પ્રેમ તું,
પગલે પગલે આભાસનો એહસાસ માત્ર તું.
પૂર્ણિમા કેરો ચાંદનો પ્રેમ તું,
પવિત્રતાનો પ્રાણ આજીવન મારો પ્રેમ માત્ર તું…..
રસિક વેગડા મોટીકુકાવાવ
9426555756


