તા.૨૦ જૂન ૨૦૨૧ સવારે ૮થી૧૧ દરમ્યાનમાં ગાયત્રી જયંતિ- ગંગા દશેરા-અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક શ્રીરામ શર્મા આચાર્યની પૂણ્યતિથિના અનોખા પાવન પ્રસંગના પવિત્ર ત્રિવેણીસંગમના સુયોગ દિને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારની પ્રેરણાથી સૌને સદબુદ્ધિ, ઉજ્જવળ ભવિષ્ય, નિરામય જીવનની પ્રાપ્તિ થાય તેમજ કોરોના મહામારીનું શમન, સ્વાસ્થય સંવર્ધન પ્રાણીમાત્રનું કલ્યાણ, વાતાવરણ શુધ્ધિકરણ હેતુથી ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયા તેમાં ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનો પણ જોડાયા હતા અને ગાયત્રી મંત્રો,મહામૃત્યુંજય મંત્રોની આહુતિઓ પ્રદાન કરી પ્રાર્થના કરી હતી




