National

માલદીવમાં મકાનોમાં આગમાં ૯ ભારતીયોના મોત,એમ્બેસીએ શોક વ્યક્ત કર્યો

માલે
માલદીવની રાજધાની માલેથી એક ખરાબ સમાચાર આવ્યા છે. માલેમાં ગુરુવારે વિદેશી કામદારો માટે બનાવેલા મકાનોમાં આગ લાગી હતી, જેમાં ૧૦ લોકો બળીને ખાખ થઈ ગયા હતા. આ આગમાં મૃત્યુ પામેલા ૧૦ લોકોમાં ૯ ભારતીય કામદારોનો સમાવેશ થાય છે. આગની આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવામાં ૪ કલાકનો સમય લાગ્યો હતો. માલેમાં ભારતીય હાઈ કમિશને આ આગ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કોઈપણ પ્રકારની મદદ માટે ૨ નંબર પણ જારી કર્યા છે. ગુરુવારે રાજધાની માલેમાં વિદેશી કામદારોના તંગીવાળા ઘરોમાં આગ લાગવાથી ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ભારતના પડોશી ટાપુ સમૂહની રાજધાની, જે એક અપમાર્કેટ હોલિડે ડેસ્ટિનેશન તરીકે પણ ઓળખાય છે, અને વિશ્વના સૌથી ગીચ વસ્તીવાળા શહેરોમાંનું એક છે. દુર્ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં બળીને ખાખ થયેલી એક ઇમારતના ઉપરના માળેથી ૧૦ મૃતદેહ મળી આવ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોરના ગેરેજમાં આગ લાગવાના કારણે આ અકસ્માત થયો હતો. માલદીવમાં ભારતીય હાઈ કમિશને આગની આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ભારતીય હાઈ કમિશને ટ્‌વીટ કર્યું, “માલેમાં આગની દુઃખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ, જેમાં ભારતીય નાગરિકો સહિત અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અમે માલદીવના અધિકારીઓ સાથે ગાઢ સંપર્કમાં છીએ. કોઈપણ સહાયતા માટે, હાઈ કમિશનનાં આ નંબર પર સંપર્ક કરી શકાય છે- ૯૬૦૭૩૬૧૪૫૨; ૯૬૦૭૭૯૦૭૦૧. ફાયર બ્રિગેટના એક અધિકારીએ અકસ્માત વિશે જણાવ્યું કે, અમને અત્યાર સુધીમાં ૧૦ મૃતદેહો મળ્યા છે. તેઓ કહે છે કે આગને કાબૂમાં લેવા માટે તેમને લગભગ ચાર કલાક લાગ્યા હતા. એક સુરક્ષા અધિકારીએ એમ પણ કહ્યું કે મૃતકોમાં નવ ભારતીય અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે. માલદીવ વિદેશી કામદારો માટે હંમેશાંથી બદનામ રહ્યું છે. માલદીવમાં ઘણા રાજકીય પક્ષો દ્વારા વિદેશી કામદારોને રહેવા માટે ખરાબ સ્થિતિયોની આલોચના કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે રાજધાની માલેની ૨૫૦,૦૦૦ ની વસ્તીમાંથી લગભગ અડધા વિદેશી કામદારો છે. અને તેમાંથી મોટાભાગના બાંગ્લાદેશ, ભારત, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાથી આવે છે. માલદીવમાં વિદેશી કામદારોની રહેવાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કોવિડ-૧૯ મહામારી દરમિયાન, સ્થાનિક લોકો કરતા વિદેશી મજૂરોમાં કોરોનાના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા હતા.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *