Delhi

નોકરી માટે પહોંચેલ ભારતીય યુવકને ૨ દિવસમાં જ નોકરીમાંથી કાઢી મુક્યો

નવીદિલ્હી
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્‌સએપના મેટા પ્લેટફોર્મ્સે ગઈકાલે બુધવારના રોજ ૧૧,૦૦૦થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાનો ર્નિણય કર્યો છે. આ મામલે અલગ અલગ બાબતો સામે આવી રહી છે. અહીં અમે તમને એવી જ વાત જણાવી જઈ રહ્યા છીએ, જે જાણ્યા બાદ તમે પણ એમ જ કહેશો કે, આવું તો ન જ થવું જાેઈએ.૧૧,૦૦૦થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં હિમાંશુનું નામ પણ શામેલ છે. ભારતના હિમાંશુને મેટામાં શામેલ થયાના માત્ર બે જ દિવસમાં તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો. લિંક્ડઈન પોસ્ટ પર હિમાંશુએ પોતાની કહાની જણાવી છે. મેટામાં શામેલ થવા માટે હિમાંશુ કેનેડા ગયો હતો અને માત્ર ૨ દિવસમાં તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. હિમાંશુ પોસ્ટ કરીને જણાવે છે કે, ‘હું મેટામાં શામેલ થવા માટે કેનેડામાં સ્થાયી થયો હતો, માત્ર ૨ દિવસ બાદ મને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો. માત્ર મને નહીં પરંતુ અનેક લોકોની છટણી કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિનો સામનો કરતા લોકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.’ હવે શું થશે?.. હિમાંશુને સહેજ પણ ખ્યાલ નહોતો કે, મેટામાં શામેલ થયાના માત્ર ગણતરીના દિવસોમાં તેને કાઢી મુકવામાં આવશે. હવે આગળ શું કરવાનું છે, તે અંગે તેમને કોઈ જાણકારી નથી. હાલમાં પૂર્વ મેટા કર્મચારી કેનેડા અથવા ભારતમાં નોકરી શોધી રહ્યા છે. તેઓ પોસ્ટમાં જણાવે છે કે, ‘હવે શું થશે, તેની હું રાહ જાેઈ રહ્યો છું. શું તમને ભારતમાં અથવા કેનેડામાં સોફ્ટવેર એન્જિનિયરની પોસ્ટની નોકરી અથવા ભરતી વિશે જાણકારી છે.’ હિમાંશુની લિંક્ડઈન પોસ્ટ અનુસાર તેમણે ફ્લિપકાર્ટ, ગિટહબ અને એડોબ જેવી બ્રાન્ડ સાથે કામ કર્યું છે. મેટાએ અત્યાર સુધીમાં બુધવારે સૌથી મોટી સંખ્યામાં છટણી કરી છે. ૧૧,૦૦૦થી વધુ કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી છે. મેટાના ઝ્રઈર્ં માર્ક ઝુકરબર્ગે આ છટણી અંગે વિસ્તૃત નિવેદન જાહેર કર્યું છે અને કંપની આગળ શું કરવાનું વિચારી રહી છે, તે અંગે જાણકારી આપી છે. માર્ક ઝુકરબર્ગે આ પ્રકારના ર્નિણયની સંપૂર્ણ જવાબદારી લીધી છે અને જે પણ કર્મચારીઓની છટણી કરી છે, તેમની માફી પણ માંગી છે. તેમણે સ્વીકાર્યું છે કે, આ તેમના ખોટા ર્નિણયના કારણે થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મેટાએ વિકાસના મામલે પોતાની એક્સપેક્ટેશન વધારી દીધી હતી અને કર્મચારીઓની મોટાપાયે ભરતી કરી હતી.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *