Gujarat

જેએમસી હસ્તકના આસોલેશન સેન્ટર તથા ઢોર ડબ્બાની મુલાકાત લેતા કમિશ્નર વિજય ખરાડી.

– સંબંધિત અધિકારીઓને  પશુઓની કાળજી રાખવા સૂચના આપી
 જામનગર:જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી,  નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવા,  તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા સોનલ નગર ખાતે આવેલા આઇસોલેશન સેન્ટર તથા રણજીત સાગર ખાતેના ઢોર ડબ્બાનીની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમ્યાન કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા સબંધીતોને  યોગ્ય કાળજી લેવા માટે સુચના આપવામાં આવી હતી તેમજ  આઇસોલેશન સેન્ટર હેઠળના પશુઓની ખાસ તકેદારી રાખવાનું જણાવ્યું હતું. ઉપરાંત રણજીતસાગર ખાતે નવા ઢોર ડબ્બાનું બાંધકામ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. આ તકે નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, સોલિડ વેસ્ટના કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવા,  રાજભા જાડેજા, દીપકભાઈ શિંગાળા   સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર સંજીવ રાજપૂત

IMG-20221111-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *