Gujarat

મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરના ચોકમા બાધાના નામે યાત્રિકો જોડે ઉગાડી લુંટ

*શું..?? મંદિરના વહીવટ કરતા લેશે આકરા પગલાં યાત્રિકોમાં મંદિરનું નામ થઈ રહ્યું છે બદનામ*
બહુચરાજી મંદિરમા દિવસ ભરમાં હજારો લાખો માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે તેવામાં મંદિર પરિસરમાં ફરતા વચેટીયાઓ અને કમિશન એજન્ટો નું ખાસ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે આજ રોજ એક કિસ્સો સામે આવ્યો છે મા બનાસકાંઠા થી એક પરિવાર પોતાના દીકરાની બાધા પૂર્ણ કરવા આવ્યો હતો જેમા વચેટિયા અને કમિશન એજન્ટો એ ડરાવી ધમકાવી ને આ ફેમેલી જોડેથી પૈસા પડાવ્યા હતા
 *યાત્રાળુ દ્વારા બહુચરાજી પોલીસ સ્ટેશન મા કરવામાં આવી ફરિયાદ*
પૈસા ઓછા પડતા આ ફેમિલીને શ્રાફ તેમજ હાથ પગ ભાગવાની ધાક ધમકી આપી હતી તેને લઈ આ પરિવારે બહુચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા પણ આ પરિવારને આસવાસન આપવામાં આવ્યું હતું અમારા દ્વારા આની પુરી તપાસ કરવામાં આવશે અને તમારે આ મંદિરના વહીવટદારને જાણ કરવી જોઈએ જ્યારે મંદિરના વહીવટદારને  ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે હું કામ મા છું પણ કાર્યલય મા જાવો ત્યાં અમારા કર્મચારી છે .અને આ પુરી ઘટના ની જાણ મંદિરના કાર્યાલય ના કર્મચારી કરવામાં આવી હતી એક વર્ષ  અગાઉ પણ આજ ફેમિલી જોડેથી ડરાવી ધમકાવી શ્રાપ આપવાની બિકથી રૂપિયા 12000 ખંખેર્યા હતા આ કમિશન એજન્ટો તેમજ વચેટીયાઓએ વધુમાં બાબરીના નામે ભ્રામણે તો લાડુ જમવાના રૂપિયા 21000 માંગ્યા તો સવાલ એ થાય છે કે આ પૈસામાં ભાગીદાર કેટલા આ જબરદસ્તી લીધેલ પૈસાના ભાગીદાર કોણ કોણ ? તેવા અનેક સવાલો મા બહુચરના ધામ મા આવતા યાત્રાળુઓમાં થઈ રહ્યા છે .તો આ બાબતે મહેસાણા જિલ્લાના કલેક્ટર સાહેબ તેમજ જિલ્લા એસપી વડા દ્વારા આની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જાય તેમ છે

PicsArt_11-11-07.07.47.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *