ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. ઉમેદવારોના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ત્યારે રાજકોટ જિલ્લાની જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રોહિત ભૂવાએ આજ રોજ ફોર્મ ભર્યું છે. જયારે સમાજવાદી પાર્ટીમાંથી રાજુભાઇ સરવૈયાએ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી.
જેતપુર મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રોહિત ભૂવા ટીમના સમર્થકો સાથે આવીને ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ રોહિત ભૂવા જણાવ્યું હતું કે, આજ રોજ જેતપુર- જામકંડોરણા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. મને વિશ્વાસ છે કે, મારો જ્વલંત વિજય થશે અને જનતાનું પણ સમર્થન મને મળશે.
જ્યારે જયેશ રાદડિયાને ટક્કર આપવા બીજા નંબરનું સૌથી વધુ મતદાન ધરાવતા ખાંટ રાજપુત સમાજમાંથી આવેલ રાજુ સરવૈયા ટક્કર આપવા મેદાને ઉતર્યા છે અને શક્તિ પ્રદર્શન સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે.ઉમેદવાર રાજુ સરવૈયાએ પોતાની ઉમેદવારી નોંધાવતા પહેલા સમસ્ત ખાંટ રાજપૂત સમાજના આસ્થાનું કેન્દ્ર ગણાતા ભક્તશ્રી રામ બાપાની જગ્યા મેવાસા ખાતે શીશ જુકાવવા તેમજ સમગ્ર વિશ્વની અંદર પ્રસિદ્ધ છે એવા પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં પણ દર્શન કર્યા હતા આ સાથે જ ધારેશ્વર ખાતે આવેલ સમસ્ત કાઠી સમાજના આસ્થાનું કેન્દ્ર ગણાતા સૂર્યમંદિર ખાતે પણ શીશ જુકાવ્યું હતું ત્યારે આ સાથે જેતપુર શહેરના અલગ-અલગ જાહેર ચોકમાં અને જાહેર રસ્તાઓ પણ આવતી મહાનુભાવોની પ્રતિમાઓ જેમકે વીર ચાપરાજ વાળાની પ્રતિમા અને બાબાસાહેબ આંબેડકર તેમજ અન્ય મહાનુભવાની પ્રતિમાઓને હારતોરા કરી તેઓને આશીર્વાદ લઇ અને પોતાની બહોળી સંખ્યા સાથે ઉમેદવારી રજૂ કરતા રાજકીય ગરમા-ગરમી અને આ બેઢક ઉપર ચાર થી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય રંગ પકડ છે તેવું ગતિવિધિઓ શરૂ થઈ ચૂકી હોવાનું પણ સામે આવ્યું છે.


