Gujarat

2022 વિધાનસભાની ચુંટણીમાં ગુજરાતમાં સમાજવાદી પાર્ટી પણ મેદાનમાં આવતા રાજકીય ગરમાવો વધ્યો છે. આ બાબતે રાજકોટ જીલ્લાના ઉપલેટા ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ તકે ગુજરાત સમાજવાદી પાર્ટી પ્રદેશ ઉપ-પ્રમુખ મયુર સોલંકી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. રાજકોટ જીલ્લાના ઉપલેટાથી સમાજવાદી પાર્ટી દ્વારા  15 ઉમેદવારો  જાહેર કર્યા હતા

સમાજવાદી પાર્ટીની પ્રથમ ચરણમાં 5 સીટ ઉપર ઉમેદવારોના નામ પાર્લામેન્ટ્રી  બોર્ડમાં વિચાર વિમર્શમાં હોવાનું કહેવાયું હતું.
પ્રથમ તબક્કામાં 20 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.આગામી 2 દિવસમાં હજુ વધુ સીટો ઉપર ઉમેદવારોની જાહેરાત થવાનું બેઠકમાં જાહેર કરાયુ હતું. સમાજવાદી પાર્ટીનો મેનિફેસ્ટો પણ બહાર પાડી દેવાયો છે. જેમાં પ્રજાના પ્રશ્નોને જ મુદ્દો બનાવી સપાના ઉમેદવારો ચૂંટણી લડશે તેવો મત વ્યક્ત કરાયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ ગુજરાતમાં તમામ રાજકીય પક્ષોના કાર્યકરો અને આગેવાનો હરકતમાં આવી ગયા છે. પોતપોતાને ટિકિટ મળે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી રહ્યા છે. આવા સમયે આમ આદમી પાર્ટીએ તેમજ કોંગ્રેસ અને ભાજપે પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.
 બીજી બાજુ સમાજવાદી પાર્ટી એ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં  ઝુકાવતા અન્ય ત્રણેય મુખ્ય પક્ષોના ઉમેદવારોમાં ચિંતા દેખાવા લાગી છે. ભાજપ,  કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતપોતાના મતદારોને વચનોની લ્હાણી કરે તે પહેલા જ સમાજવાદી પાર્ટીએ ગુજરાતમાં સામ્રાજ્ય સ્થાપવાની જાણે શરૂઆત કરી હોય તેમ ગુજરાતભરમાં આશરે 50 થી 60 ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીના જંગમાં ઉતરે તેવી શક્યતાઓ પ્રબળ મજબૂત બની છે.
ખાસ કરીને તમે કેવા મુદ્દા સાથે ચૂંટણી લડશો અને પ્રજાની વચ્ચે આવશો તેવા પત્રકારોના સવાલનો જવાબ આપતા સમાજવાદી પાર્ટીના આગેવાનો કહે છે કે લોકોના જે મૂળભૂત પાયાના પ્રશ્નો છે તે પ્રશ્નો જ અમારા મુદ્દા છે. એટલે પ્રજાને સતાવતા તમામ પ્રશ્નોનું નિવારણ લાવવાનો અમારો પ્રથમ જઈ રહેશે. પ્રવર્તમાન લોકશાહીમાં લોકોને દરેક સુવિધાઓ પૂરી પાડવી તે જે તે સરકારની ફરજ છે. પરંતુ આ વર્તમાન સમયમાં માત્રને માત્ર ચૂંટણી સમયે દેખાતા અને પ્રજાના પગે પડી જતા ઉમેદવારો ચૂંટણી ગયા બાદ છેક પાંચ વર્ષ સુધી પોતપોતાના વિસ્તારમાં લોકોને સમસ્યાઓ હલ કરવામાં રીતસરના ટૂંકા પડતા હોવાની ફરિયાદો વ્યાપક બની ગઈ છે.
 ત્યારે હવે સમાજવાદી પાર્ટીએ પણ વિધાનસભાની ચૂંટણીમાં જુકાવીને લોકોની સમસ્યાને હલ કરવાની તેઓને તક મળે તેવી મતદારો સામે અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે સમયે જ બતાવશે કે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીમાંથી કોણ કોણ ચૂંટાશે ??
બોક્સ
સમાજવાદી પાર્ટીનું પ્રથમ લિસ્ટ જાહેર કરાયું
1- ૧ અબડાસા – જગદીશભાઈ જોશી
2- ૨ માંડવી – શ્રીમતી કટુઆ ચંચલબેન નારણભાઈ
3- ૩ ભુજ – નોડે કાસમભાઇ
4- ૪ ગાંધીધામ (એસ.સી) – વઢયા લાલજીભાઈ
5 – ૭૪ જેતપુર – રાજુભાઈ અરજણભાઈ સરવૈયા
6- ૮૨ દ્વારકા – હમીરભાઇ ડેર
7- ૧૦૩ ભાવનગર રૂરલ – ગરીયાધર ગુણવંતભાઈ મોહનભાઈ
8- ૧૫૯ સુરત ઈસ્ટ – ચશ્માવાલા મસુર અહેમદ
9- ૧૬૪ ઉધના – સોહેલભાઈ
10- ૧૭૯ વલસાડ – કમલેશભાઈ યોગી
11- ૧૬ રાધનપુર – ભુરાભાઈ રાવલ
12- ૪૨ વેજલપુર – જગદીપ મર્ચન્ટ
13- ૫૦ અમરાઈવાડી – શ્રી વિશ્વકર્મા

IMG_20221111_194457.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *