નવીદિલ્હી
રાજસ્થાનના પાલીમાં સાળીના લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરતા કરતા જીજાજીનું મોત થઈ ગયું હતું. જે ઘરમાં લગ્નની શરણાઈઓ અને ડીજેના તાલે લોકો ઝુમી રહ્યા હતા, ત્યાં માતમ છવાયો હતો. આ મામલો મહાત્મા ગાંધી કોલોનીમાં શુક્રવાર રાતે બન્યો હતો. આ વીડિયો શનિવારે સામે આવ્યો છે. પાલીના રાણાવાસ સ્ટેશનમાં રહેતા ૪૨ વર્ષિય અબ્દુલ સલીમ પઠાણ સરકારી સ્કૂલમાં ફિઝિકલ ટ્રેનિંગ ઈંસ્ટ્રક્ટર હતા. તેઓ પોતાની પત્ની અને બે બાળકો સાથે સાસરિયામાં ભૈરુઘાટ પિંજારોના વાસમાં આવ્યા હતા. શનિવારે તેમની સાળીના લગ્ન હતા. શુક્રવાર ઘરમાં સંગીતનો કાર્યક્રમનો રાખ્યો હતો. અબ્દુલ સલીમ પણ અન્ય સંબંધીઓની માફક સ્ટેજ પર ચડીને ડાન્સ કરી રહ્યા હતા. ડાંસ કરતા કરતા અચાનક સ્ટેજ પર ઢળી પડ્યા હતા. સંબંધીઓએ તેમને ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પણ તેમના શરીરમાં કોઈ હલનચલન થયું નહોતું. તેના પર તેમણે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમનું મોત હાર્ટ અટેકથી થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ વાત સામે આવશે. આ પ્રકારના મોતમાં ત્રણ કારણો મુખ્ય હોય છે, કાર્ડિયક અરેસ્ટ, હાર્ટ અટેક, હાર્ટ ફેલિયર, આવા કેસમાં મોટા ભાગે આ ત્રણ કારણો સામે આવતા હોય છે.