Gujarat

રેણધા ચેક પોસ્ટ ઉપરથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ લઈ પસાર થતા ત્રણ ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કવાંટ પોલીસ  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક માટેનો અને નાઓએ હાલમાં કાર્યરત થયેલ મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડર ની રેણધા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરી કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સંકલનમાં રહી અસામાજીક પ્રવૃત્તિ સદંતર નેસ્તનામુદ થાય તે સારૂ તા. ૧૪/૧૧/૨૦૨૨ ના રોજ રાત્રીના કવાંટ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ.ગામીત નાઓ સ્ટાફના માણસો સાથે રેણઘા ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન મધ્યપ્રદેશ રાજયના છકતલા ગામ તરફથી અલગ અલગ ત્રણ મોટર સાયકલો (૧) કાળા કલરની હોન્ડા કંપનીની એક્ટીવા 5G મોસા જેની આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાડેલ નથી જેનો એન્જીન નંબર J191E-W-7377386 નો તથા ચેસીસ નંબર ME4JF91AJNW377282 ની ઉપર મીણીયા થેલામાં વગરપાસ પરમીટ ગેર કાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની રોયલ બ્લ્યુ મલ્ટ વ્હીસ્કી લખેલ ૧૮૦ મીલીના કંપની શીલબંધ પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૨૮૮ કિ.રૂ. ૨૮,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલની તથા ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ રજી.નંબરની એકટીવા મોસા ની કિ.રૂ. ૪૫,૦૦૦/- ગણી કુલ કિ.રૂ. ૭૩,૮૦૦/- ના મુદ્દામાલ તથા (૨) વાદળી કલરની હોન્ડા કંપનીની DIO-DX મોસા જેની આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાડેલ નથી જેનો એન્જીન નંબર,JF98E-6-1167435 નો તથા ચેસીસ નંબર ME4JF084HNG128553 ની ઉપર મીણીયા થેલામાં વગરપાસ પરમીટ ગેર કાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની રોયલ બ્લ્યુ મલ્ટ વ્હીસ્કી લખેલ ૧૮૦ મીલીના કંપની શીલબંધ પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૨૫૨ કિ.રૂ. ૨૫,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલની તથા ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ રજી નંબરની હોન્ડા કંપનીની DIO-DX મોસા ની કિ.રૂ. 3. ૨૦૦ ના ૪૫,૦૦૦/- ગણી કુલ કિ.રૂ. ૭૦,૨૦૦/- ના મુદ્દામાલ તથા (૩) વાદળી કલરની સુઝુકી કંપનીની Access-125 મોસા જેની આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાડેલ નથી જેનો એન્જીન નંબર AF212811843 નો તથા ચેસીસ નંબર MB8DP12DEN8B66125 ની ઉપર મીણીયા થેલામાં વગરપાસ પરમીટ ગેર કાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની રોયલ સ્પેશિયલ ફાઇન વ્હીસ્કી ૧૮૦ મીલીના કંપની શીલબંધ પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૨૬૪ કિ.રૂ. ૨૬,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલની તથા ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ રજી નંબરની સુઝુકી કંપનીની Access-125 મોસા ની કિ.રૂ. ૪૫,૦૦૦/- ગણી કુલ કિ.રૂ. ૭૧,૪૦૦/- ના મુદ્દામાલ મળી કુલ બોટલ નંગ- ૮૦૪ કિ.રૂ. ૮૦,૪૦૦ તથા મોટર સાયકલ -૩ કિ.રૂ. ૧,૩૫,૦૦૦/- મળી કુલ ૨,૧૫,૪૦૦/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ. આમ કવાંટ પોલીસ ને ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ત્રણ ગણનાપાત્ર કેશો શોધી કાઢવામાં સફળતા મળેલ છે. અને નાશી જનાર ચાલક આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20221114-190713_WPS-Office.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *