Maharashtra

આદિત્ય રૉય કપૂરના જન્મદિવસ પર જાણો રસપ્રદ વાતો..

મુંબઈ
આદિત્ય રોય કપૂરનો જન્મ ૧૬ નવેમ્બર, ૧૯૮૫ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. તમને જણાવી દઈએ કે ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન તેમની ભાભી છે. કહેવાય છે કે આદિત્ય પહેલા ક્રિકેટર બનવા માંગતો હતો, પરંતુ થોડા સમય બાદ તેણે ક્રિકેટ છોડી દીધી હતી. ત્યાર પછી તેણે અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો અને એક અલગ જ સ્થાન હાંસલ કર્યું હતું. આદિત્ય રોય કપૂરે વર્ષ ૨૦૦૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લંડન ડ્રીમ’થી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ આદિત્યને ઓળખ ૨૦૧૩માં આવેલી ફિલ્મ ‘આશિકી ૨’થી મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ‘આશિકી ૨’માં શ્રદ્ધા અને આદિત્યની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં કામ કર્યા બાદથી જ આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરના અફેરની ચર્ચા જાેરશોરથી શરૂ થઇ ગઇ હતી. મીડિયા રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને સાથે રહેવા ઇચ્છતા હતા. બંને એકબીજાને ડેટ પણ કરી રહ્યા હતા. ‘આશિકી ૨’ બાદ આ જાેડી ફિલ્મ ‘ઓકે જાનુ’માં જાેવા મળી હતી. જાે કે આદિત્ય અને શ્રદ્ધાના સંબંધોને અભિનેત્રીના પરિવારે ક્યારેય સ્વીકાર્યા નહોતા. રિપોર્ટ્‌સ અનુસાર, શ્રદ્ધાની માતાને હંમેશા લાગતુ હતુ કે આદિત્ય શ્રદ્ધાના કેરિયર પર બોજ બની રહ્યો છે, જેના કારણે વર્ષ ૨૦૧૬માં બંને અલગ થઈ ગયા હતા. શ્રદ્ધા કપૂર બાદ આદિત્ય રોય કપૂરના જીવનમાં ડિવા ધવન આવી હતી. બંનેએ એકબીજાને ડેટ કર્યા હતા. જાે કે બંનેએ આ વાતની પુષ્ટિ કરી નથી. એક ઇન્ટરવ્યૂમાં આદિત્ય રોય કપૂરે કહ્યું હતું કે તે અને ડિવા ઘણા વર્ષોથી સારા મિત્રો છે અને તેમની વચ્ચે હવે કોઈ સંબંધ નથી. ડિવા બાદ હવે આદિત્ય રોય કપૂરનું નામ અનન્યા પાંડે સાથે જાેડવામાં આવી રહ્યું છે. હાલમાં જ બંને દિવાળીની પાર્ટીમાં સાથે જાેવા મળ્યા હતા, જે બાદ તેમના ડેટિંગની ખબરો ફેલાઇ રહી છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *