Gujarat

અસીબી દ્વારા જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી મંત્રી રૂ. ૧૦ હજારની લાંચ લેતા ઝડપી લીધા

અમરેલી
એસીબીની ટીમના હાથે અમરેલીના જાફરાબાદ કચેરીના રેવન્યુ તલાટી મંત્રી નીલેશ ડાભી રૂ.૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા. એસીબીની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવી લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો હતો, રેવન્યુ તલાટી મંત્રીએ ફરિયાદી પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાં રેતીના ટ્રેક્ટર ચલાવવા મુદ્દે હેરાનગતિ નહી કરવા માટે આ લાંચ માંગી હતી. ત્યારબાદ ફરિયાદી અરજદાર દ્વારા એસીબીનો સંપર્ક કરતા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં એસીબીના હાથે હિંડોરણા રોડ ઉપર પાનની દુકાને લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. હાલમા નીલેશ ડાભીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાવ રાજુલા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો હતો ત્યારબાદ છેલ્લા કેટલાક મહિનાથી જાફરાબાદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવી રહ્યો હતો. તે લાંચીયો અધિકારી એસીબીની ટ્રેપમાં ફસાઈ ગયો હતો. રાજુલા-જાફરાબાદ વહીવટી તંત્રમાં એસીબીની ટ્રેપ બાદ ફફડાટ નો માહોલ જાેવા મળ્યો હતો.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *