નવીદિલ્હી
શ્રીલંકાના નૌકાદળે દરિયાઇ સરહદના કથિત ઉલ્લંઘન બદલ ભારતના ૧૪ માછીમારોની ધરપકડ કરી છે. તેઓ આઇએમબીએલ નજીક નેદુનથીવુ ખાતે માછીમારી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ તમામ માછીમારો ૧૬ નવેમ્બરની સવારે દરિયામાં માછીમારી માટે ગયા હતા ૧૪ માછીમારોની ધરપકડ કરી લીધી હતી તેમ તમિલનાડુ કોસ્ટલ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. આ માછીમારો વહેલી સવારે કોટ્ટુચેરીમેડુના આર. સેલ્વમણીની બોટમાં સવાર થઈને સમુદ્રમાં ગયા હતા. માછીમારો નેદુનથીવુ ખાતે ૈંસ્મ્ન્ પાસે માછીમારી કરી રહ્યા હતા ત્યારે તેમને શ્રીલંકાના નૌકાદળે પકડી લીધા હતા. શ્રીલંકન મરીન દ્વારા ભારતીય માછીમારો પર હુમલો કરવામાં આવતા એક માછીમારની આંખમાં ઈજા થઈ હતી. ઉલ્લેખનીય છે કે તમિલનાડુના કેટલાય ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને શ્રીલંકાના નૌકાદળ દ્વારા તેમની મોંઘી યાંત્રિક બોટ જપ્ત કરવામાં આવી હતી. શ્રીલંકાના નૌકાદળ દ્વારા સ્થાનિક શ્રીલંકાના અખબારોમાં જાહેરાતો મૂકવામાં આવી હતી જેમાં ભારતીય માછીમારો પાસેથી જપ્ત કરાયેલ યાંત્રિક બોટના વેચાણની જાહેરાત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ૨૫ માર્ચ, ૨૦૨૨ના રોજ વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને બંદી બનાવાયેલા ભારતીય માછીમારોને લઈને લોકસભામાં ઉઠાવવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો હતો.
