Delhi

ગુજરાતના ૧૫૦૦૦ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના ૫૫૦૦ કર્મચારીઓ હડતાળ ઉપર જશે

નવીદિલ્હી
કર્મચારીઓએ છેલ્લા પાંચ મહિનાથી સતત સંઘર્ષ કરેલ છે. હડતાળ પણ પાડેલ છે પરંતુ બેન્કો દ્વારા કોઇ સમાધાનની કોઇ નકકર ભૂમિકા નકકી કરવામાં આવતી ન હોય કર્મચારીઓ પાસે હડતાળ સિવાય કોઇ વિકલ્પ નથી.તા.૧૯ના રોજ ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પલોઇઝ એસોસિએશનના આદેશ અનુસાર સંપૂર્ણ હડતાળ પાડવામાં આવશે. તા.૧૮ના રોજ યુનાઇટેડ ફોરમ દ્વારા હડતાળના સમર્થનમાં દેખાવો યોજવામાં આવશે.ગુજરાતમાં ચૂંટણીને કારણે ૧૪૪મી કલમ હોય કર્મચારીઓ પોતાની બેન્ક પાસે શાંતિથી ઉભા રહી માગણીઓના પ્લેકાર્ડ રાખી વિરોધ પ્રદર્શીત કરશે. ગુજરાતના ૧૫૦૦૦ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના ૫૫૦૦ કર્મચારીઓ હડતાળ ઉપર જશે.આવતીકાલે બેન્કોની રાષ્ટ્રિય સ્તરે હડતાળ અને અબજાે પિયાના વ્યવહારને અસર થશે. આ હડતાળમાં ગુજરાતના ૧૫ હજાર તેમજ સૌરાષ્ટ્રના ૫૫૦૦ કર્મચારીઓ જાેડાશે. ગુજરાત બેન્ક વર્કસ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીના જણાવ્યા અનુસાર લાંબા સમયથી બેન્કના પ્રશ્ર્‌નો સરકાર પાસે પેન્ડીંગ છે અને તેનો ઉકેલ લાવવા માટે આ હડતાળ પાડવામાં આવશે. હાલમાં જાહેરક્ષેત્રની બેન્કોમાં દ્વિપક્ષીય સમાધાન અને ઇન્ડસ્ટ્રીયલ ડીસ્પ્યુટ એકટનો ખુલ્લેઆમ તિરસ્કાર કરવામાં આવે છે. બેન્કોમાં અનફેર લેબર પ્રેકટીસમાં સતત વધારો અને ઔદ્યોગીક સબંધ ક્ષુલક થઇ ગયા છે. બાર બેન્કોમાં ઔદ્યોગગિક સબંધમાં વિક્ષેપ લાવી, મેનેજમેન્ટ તરફથી બળતામાં ઘી હોમી કર્મચારીઓ પર ગેરકાયદેસર નિતીઓ ઠોકી બેસાડવામાં આવે છે. ઇરાદો કર્મચારીઓની ખાનગીકરણ સામેની લડાઇને જુદા રસ્તે ફંટાવવા કર્મચારીઓને બદલી અને પોસ્ટીંગ જેવા ક્ષુલક પ્રશ્ર્‌ને લડવા મજબુર કરવામાં આવે છે. બેન્કોમાં સામુહિક સોદાબાજી અને દ્વિપક્ષીય વાટાઘાટને બદલે એક પક્ષીય પ્રથા શ થઇ છે. મજુર સંગઠન સાથે સલાહ મશવરા કરવાને બદલે ઘર્ષણનો રાહ અપ્નાવવામાં આવે છે.નાની એવી સોનાલી બેન્ક, ફેડરલ બેન્ક જેવી નાની બેન્કે કર્મચારીઓને નજીવા ગુના સબબ નોકરીમાંથી ખસદ આપવામાં આવી છે. અમેરીકાની સીટીબેન્કે પોતાના રીટેઇલ બિઝનેસ વહેંચી અને કર્મચારીઓની છટણી કરેલ છે. બેન્ક ઓફ ટોકયોએ ૨૫ વર્ષથી કાર્યરત કર્મચારીઓને રી-ઓર્ગેનાઇઝેશનના નામે છુટ્ટા કરેલ છે. સંગઠનની રજૂઆત હતી કે તેમને ચેન્નાઇથી દિલ્હીબદલી કરવાની રજૂઆતને પણ નકારી અને કર્મચારીઓ રસ્તા પર છે. સેન્ટ્રલ બેન્કમાં ૪૩૨૫ કર્મચારીઓની એક શહેરમાંથી બીજા શહેરમાં દ્વિપક્ષીય કરારનું તેમજ બેન્કના કર્મચારી સાથેના સમાધાનનું છડે ચોક ઉલ્લંઘન કરી બદલીઓ કરેલ છે. કેન્દ્ર સરકારના મજુર અધિકારીઓની સમક્ષ થયેલ સમાધાનનું પાલન કરેલ નથી. કેરાલાના ઉચ્ચ ન્યાયાલયનો હકમ પણ માન્ય રાખેલ નથી અને એવો પણ ફતવો બહાર પાડેલ કે સરકારી મજુર અને કેરાલાની ઉચ્ચ ન્યાયાલયના હકમને પણ માન્ય ન રાખવો આમ આ બેન્કમાં આજે જંગલરાજ ચાલે છે. બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્કમાં સફાઇનું કામ કરાર મારફત કરાવવાનું બેન્કે નકકી કરેલ છે. આ પટાવાળાની કક્ષા જ નાબૂદ કરવા માગે છે. આ બેન્કમાં કેશ રેમીટન્સ એટલે કે મોટી સંખ્યામાં કેશ એક શાખામાંથી બીજી શાખામાં પહોંચાડવાની હોય છે તે કામ પણ કરારી કર્મચારીઓ મારફત કરાવવાનો જાેખમી ર્નિણય પણ લેવામાં આવેલ છે. દ્વિપક્ષીય કરારની શરતોનો બેન્કો મારફત છડે ચોક ભંગ થાય છે. મજુર કાયદાઓની સતત અવગણના થાય છે. કરારી કર્મચારીઓ પાસે બેન્કનું જાેખમી અને જવાબદારીવાળું કામ કરારી કર્મચારીઓ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. બેન્કોમાં પટાવાળાની કેડર નાબૂદ કરવામાં આવી રહી છે. આમ નોકરીની તકો ઘટશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *