Maharashtra

સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ.734નો ઉછાળોઃ ચાંદીમાં કિલોદીઠ રૂ.933ની નરમાઈઃ ગોલ્ડ-ગિનીનો વાયદો 8 ગ્રામદીઠ રૂ.1,226 વધ્યોઃ મેન્થા તેલ ઢીલુઃ કોટનમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,41,131 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,90,319 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.468 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 11થી 17 નવેમ્બરના સપ્તાહ દરમિયાન 49,37,335 સોદાઓમાં કુલ રૂ.4,31,918.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,41,131.03 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,90,318.99 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 13,75,044 સોદાઓમાં કુલ રૂ.68,483.51 કરોડનાં કામકાજ એમસીએક્સ પર થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.52,050ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.53,200 અને નીચામાં રૂ.52,050ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.734 વધી રૂ.52,843ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,226 વધી રૂ.42,350 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.98 વધી રૂ.5,243ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,033ના ભાવે ખૂલી, રૂ.665 વધી રૂ.52,698ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.62,005ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,045 અને નીચામાં રૂ.60,712ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.933 ઘટી રૂ.60,978ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.850 ઘટી રૂ.61,257 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.912 ઘટી રૂ.61,242 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 166,417 સોદાઓમાં રૂ.25,514.45 કરોડના વેપાર સપ્તાહ દરમિયાન થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.5.80 વધી રૂ.207.45 અને જસત નવેમ્બર વાયદો રૂ.7.90 વધી રૂ.268ના ભાવ થયા હતા. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.45 ઘટી રૂ.680.90 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.182ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 619,918 સોદાઓમાં કુલ રૂ.46,658.85 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.7,043ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,262 અને નીચામાં રૂ.6,666ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.339 ઘટી રૂ.6,692 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.37.10 વધી રૂ.527.30 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 5,318 સોદાઓમાં રૂ.474.22 કરોડનાં કામકાજ સપ્તાહ દરમિયાન થયા હતા. કોટન નવેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.32,750ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.33,670 અને નીચામાં રૂ.32,340ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.40 વધી રૂ.32,770ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.30 ઘટી રૂ.955.60 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.24,464.99 કરોડનાં 46,319.550 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.44,018.52 કરોડનાં 7,063.273 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.16,994.70 કરોડનાં 24,231,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.29,664 કરોડનાં 587972500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.445.80 કરોડનાં 137125 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.28.42 કરોડનાં 294.84 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,576.346 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 832.892 ટન, ક્રૂડ તેલમાં 1299100 બેરલ અને નેચરલ ગેસમાં 10457500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 102700 ગાંસડી, મેન્થા તેલમાં 460.8 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.468.15 કરોડનાં 6,373 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,565ના સ્તરે ખૂલી, 103 પોઈન્ટ વધી 14,648ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.290,318.99 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.16,476.11 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,602.94 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.215,523.41 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.52,708.47 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

 

એમસીએક્સના વાયદાઓની સાપ્તાહિક વધઘટ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ ખૂલી (રૂ.) વધી (રૂ.) ઘટી (રૂ.) બંધ (રૂ.) વધઘટ (રૂ.)
બુલડેક્સ  24-11-22 1 યુનિટ 14565 14828 14530 14648 103
ગોલ્ડ-ગિની  30-11-22 8 ગ્રામ 41143 42460 41100 42350 1226
ગોલ્ડ-પેટલ  30-11-22 1 ગ્રામ 5148 5266 5143 5243 98
સોનું  05-12-22 10 ગ્રામ 52050 53200 52050 52843 734
સોનું-મિની  05-12-22 10 ગ્રામ 52033 52999 52002 52698 665
ચાંદી  05-12-22 1 કિલો 62005 63045 60712 60978 -933
ચાંદી-માઈક્રો  30-11-22 1 કિલો 62288 63083 61024 61242 -912
ચાંદી-મિની  30-11-22 1 કિલો 62205 63145 61024 61257 -850
એલ્યુમિનિયમ  30-11-22 1 કિલો 202.7 213.7 202.55 207.45 5.8
જસત  30-11-22 1 કિલો 262.5 281.65 262.5 268.3 7.9
તાંબુ  30-11-22 1 કિલો 692.95 707.3 680.1 680.9 -5.45
નિકલ  30-11-22 1 કિલો 2496 2496 2496 2496 96
સીસું  30-11-22 1 કિલો 181.5 187.45 181.35 182.3 1.2
ક્રૂડ તેલ  18-11-22 1 બેરલ 7043 7262 6666 6692 -339
નેચરલ ગેસ  25-11-22 1 એમએમબીટીયૂ 494.1 533.6 468.4 527.3 37.1
કોટન  30-11-22 1 ગાંસડી 32750 33670 32340 32770 40
મેન્થા તેલ  30-11-22 1 કિલો 962 966 950.2 955.6 -5.3

 

સપ્તાહના ટોપ-10 ગેઈનર્સ વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
નેચરલ ગેસ  25-11-22 1 એમએમબીટીયૂ 527.3 490.2 37.1 7.57
નેચરલ ગેસ  27-12-22 1 એમએમબીટીયૂ 558.1 521.7 36.4 6.98
નેચરલ ગેસ  25-01-23 1 એમએમબીટીયૂ 539.3 508.1 31.2 6.14
નિકલ  30-11-22 1 કિલો 2496 2400 96 4
જસત  30-12-22 1 કિલો 271 261.65 9.35 3.57
જસત  30-11-22 1 કિલો 268.3 260.4 7.9 3.03
ગોલ્ડ-ગિની  30-11-22 8 ગ્રામ 42350 41124 1226 2.98
એલ્યુમિનિયમ  30-12-22 1 કિલો 209.3 203.35 5.95 2.93
એલ્યુમિનિયમ  30-11-22 1 કિલો 207.45 201.65 5.8 2.88
ગોલ્ડ-ગિની  30-12-22 8 ગ્રામ 42364 41338 1026 2.48

 

 

સપ્તાહના ટોપ-10 લૂઝર્સ વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
ક્રૂડ તેલ  18-11-22 1 બેરલ 6692 7031 -339 -4.82
ક્રૂડ તેલ  19-12-22 1 બેરલ 6720 6999 -279 -3.99
ક્રૂડ તેલ  19-01-23 1 બેરલ 6734 6938 -204 -2.94
ચાંદી  05-12-22 1 કિલો 60978 61911 -933 -1.51
ચાંદી-મિની  30-06-23 1 કિલો 64362 65337 -975 -1.49
ચાંદી-માઈક્રો  30-11-22 1 કિલો 61242 62154 -912 -1.47
ચાંદી-મિની  30-11-22 1 કિલો 61257 62107 -850 -1.37
ચાંદી  03-03-23 1 કિલો 62410 63271 -861 -1.36
ચાંદી-મિની  28-02-23 1 કિલો 62669 63462 -793 -1.25
ચાંદી  05-05-23 1 કિલો 63205 64000 -795 -1.24

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *