Maharashtra

રાજસ્થાનમાં ઉદયપુરના જંગલમાંથી મહિલા અને પુરુષની લાશ મળતા હડકંપ

ઉદયપુર
એક બાજૂ મહારાષ્ટ્રમાં બંધ કારમાંથી એક શખ્સની લાશ મળી આવી છે, તો વળી રાજસ્થાનના ઉદયપુરમાં બે લાશ મળી આવતા હડકંપ મચી ગયો છે. ઉદયપુર જિલ્લાના ગોગુડા પોલીસ સ્ટેશનના અંબરેશ્વર મહાદેવ જંગલમાં એક પુરુષ અને મહિલાની લાશ મળી આવી છે. પોલીસનું માનીએ તો, આ મામલો પ્રેમ પ્રસંગનો હોવાનું કહેવાય છે અને બંનેના પ્રાઈવેટ પાર્ટ કપાયેલા છે. તો વળી મુંબઈ-ગોવા હાઈવે પર પનવેલમાં મળેલી લાશને લઈને પોલીસે હત્યાની આશંકા જતાવી રહી છે. હાલમાં બંને જગ્યા પર પોલીસ આ મામલે તપાસમાં લાગી ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ઉદયપુરના એસપી વિકાસ શર્માએ જંગલમાંથી એક મહિલા અને પુરુષની લાશ મળવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, તેમના પ્રાઈવેટ પાર્ટ્‌સ કપાયેલા છે. આ હત્યા અને પ્રેમ પ્રસંગનો મામલો લાગી રહ્યો છે અને તેના સંબંધમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે. કહેવાય છે કે, જંગલમાંથી પ્રેમી કપલ નગ્ન અવસ્થામાં મળી આવ્યા હતા. બંનેની ર્નિમમ હત્યા થઈ છે, કારણ કે કપલના શરીર પર પથ્થરના નિશાન પણ હતા. તો વળી મહારાષ્ટ્રમાં મળેલા લાશ મામલે પનવેલના સીનિયર પોલીસ ઈંસ્પેક્ટર અનિલ પાટિલે કહ્યું કે પનવેલમાં મુંબઈ-ગોવા હાઈવે પર બંધ કારમાં સંજય કારલે નામના શખ્સની લાશ મળી છે. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે તે તેમની હત્યા થઈ છે. શરીરમાં છાતી અને પેટ પર ઈજાના નિશાન છે અને આગળની તપાસ ચાલી રહી છે. હકીકતમાં જાેઈએ તો, ઉદયપુરમાં મળેલી બંને લાશની ઓળખાણ થઈ ગઈ છે. મૃતકોની ઓળખાણ જાવર માઈન્સ વિસ્તારમાં રહેતા રાહુલ મીણા અને મદારી વિસ્તારમાં રહેતી સોનૂ રાજપૂત તરીકે થઈ છે. બંને ૧૫ નવેમ્બરે પોતાના ઘરેથી ભાગી ગયા હતા. પોલીસ અધિકારી યોગેન્દ્ર વ્યાસે જણાવ્યું છે કે, તમામ એન્ગલથી તપાસ આગળ વધી રહી છે. પોલીસને ઓનર કિલીંગની પણ આશંકા છે. કારણ કે યુવક અને યુવતી અલગ અલગ સમાજના હતા.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *