Delhi

જમ્મુ કાશ્મીરમાં તહેનાત સેનાના જવાનો માટે હવે સૈનિકોને આપવામાં આવશે દમદાર બુલેટ પ્રુફ જેકેટ

નવીદિલ્હી
હવે દુશ્મની ગોળી ભારતીય સૈનિકોની છાંતીને ચીરી શકશે નહીં,મેક ઇન ઇન્ડિયા હેઠળ સૈનિકોને દમદાર બુલેટ પ્રુફ જેકેટ મળવા જઇ રહ્યાં છે.રક્ષા મંત્રાલય તરફથી તેના માટે ટેન્ડર પણ જારી કરી દીધા છે.તાકિદે સ્વદેશી બુલેટ પ્રુુફ જેકેટનો જથ્થો મળતા જ સૈનિકોમાં વિતરીત કરી દેવામાં આવશે. સૌથી પહેલા આ બુલેટ પ્રુફ જેકેટ જમ્મુ કાશ્મીરમાં તહેનાત સેનાના જવાનો માટે આપવામાં આવશે કારણ કે અહીં સતત સેનાની આતંકવાદીઓ સાથે અથડામણો થતી રહે છે.આવામાં સેનાના જવાનોની જીંદગી બુલેટ પ્રુફથી સુરક્ષિત રહેશે આ સાથે જ દુશ્મનોને હવે જવાનો પડકારો આપશે. રક્ષા મંત્રાલયે ૬૨૫૦૦ બુલેટ પ્રુફ જેકેટના પુરવઠા માટે ટેન્ડર જારી કર્યા છે.સ્વદેશી કંપનીઓ જ આ ટેન્ડર માટે પાત્ર રહેશે તેમાં બે અલગ અલગ ટેન્ડર જારી કરવામાં આવ્યા છે એક ટેન્ડરમાં ૧૫ હજાર બુલેટ પ્રુફ જેકેટની ખરીદી કરવામાં આવશે બાકી અન્ય ૪૭૫૦૦ જેકેટ બીજા ટેન્ડરમાં ખરીદવામાં આવશે આ બુલેટ પ્રુફ જેકેટ સામાન્ય બુલેટ પ્રુફ જેકેટોથી બિલકુલ અલગ હશે આ બુલેટ પ્રુફ જેકેટોને આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં આવતી સ્ટીલ કોરની ગોળીઓ પણ ભેદી શકશે નહીં આતંકવાદીઓની ગોળીઓ હાલમાં ઉપયોગ થઇ રહેલ બુલેટ પ્રુફ જેકેટો પર અનેકવાર ભારે પડી જાય છે.તેનાથી સૈનિકોનો જીવ જાેખમમાં પડી જતા હતાં પરંતુ હવે મેક ઇન ઇન્ડિયા હેઠળ આવી બુલેટ પ્રુફ જેકેટોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેથી સ્ટોર કોર ગોળીઓ પણ ભેદી શકે નહીં આવામાં દુશ્મનના ખતરનાકથી ખતરનાક ગોળીના વાર પણ ખાલી જાય આ દરમિયાન સેનાને દુશ્મનોનો સફાયો કરવાની પણ તક મળશે

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *