Gujarat

વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૨ અન્વયે મતદાનના દિવસે ‘જાહેર રજા’ રહેશે

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા થયેલ સૂચના મુજબ રાજયમાં પ્રથમ અને બીજા તબકકામાં મતદાનના દિવસે જાહેર રજાજાહેર કરવામાં આવેલ છે.

ઉકત બાબતે જામનગર જિલ્લામાં પ્રથમ તબકકામાં મતદાન થનાર હોય, જેથી મતદાનની તારીખ: ૦૧/૧૨/૨૦૨૨ના રોજ અત્રેના જિલ્લામાં જાહેર રજાજાહેર કરવામાં આવેલ છે. જેથી જામનગર જિલ્લાના તમામ મતદારોને તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ અચૂક મતદાન કરવા જામનગર જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *