સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ શૌચક્રિયા જેવા કુદરતી આવેગોને લાંબા સમય સુધી રોકવા શારીરિક સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. શૌચક્રિયા માત્ર માનવજાત જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ માટે પાયાની જરૂરિયાત હોય છે. જો કે માનવજાત સુસંસ્કૃત અને સભ્યતાવાળો સમાજ હોય લોકો પણ શૌચક્રિયા ખુલ્લામાં નથી કરતાં.. માનવસભ્યતાએ એટલે જ શહેરના જાહેર રસ્તાઓ પર અમુક અંતરે શૌચાલયો બનાવ્યા હોય છે. અને સાવરકુંડલા શહેરનો આ વિસ્તાર આમ તો આ શહેરનો હાર્દ સમો વિસ્તાર છે. અહીંથી પસાર થતા રાહદારીઓને યુરીનલ જવું હોય તો હાલ ત્યાં આવેલ જાહેર યુરીનલ તૂટેલી અવસ્થામાં હોય એટલે ક્ષોભની પરિસ્થિતિમાં મૂકાવું પડે છે. જાહેર સુવિધા એ પણ યુરીનલ જેવી થોડા સમય માટે પણ બંધ રહે તે કેટલે અંશે વ્યાજબી કહેવાય? તંત્ર દ્વારા વહેલી તકે આ યુરીનલની મરામત કરી અને શહેરીજનો માટે વ્યવસ્થિત યુરીનલની સેવા પુનઃ શરૂ થાય તેવુ લોકો ઈચ્છી રહ્યા છે. આપડા ઘર કે ઓફિસમાં એક દિવસ પણ યુરીનલ કે ટોયલેટ બંધ રહે તો શી સ્થિતિ સર્જાઈ? એ ખ્યાલ રાખીને તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે આ યુરીનલની મરામત કરવી જોઈએ.. કે પછી આવા આવશ્યક સેવાને લગતાં કાર્યો કરવા માટે પણ આચારસંહિતા બાધક થતી હશે? આમ તો જાહેર યુરીનલ એક એવું સ્થાન છે કે જ્યાં નાતજાત, પક્ષાપક્ષી, અમીર, ગરીબ જેવાં કોઈ ભેદ નથી હોતા. એ સ્વાભાવિક અને આવશ્યક ક્રિયા છે.. ઘણી વખત કુદરતી આવેગોને રોકવાથી કીડનીને નુકસાન થવાની સંભાવના હોય શકે છે. અને મેડિકલ સાયન્સ તો સ્પષ્ટ કહે છે કે કુદરતી હાજત જેવા આવેગોને વધુ સમય સુધી રોકવા શરીરના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો આ જાહેર યુરીનલને યુધ્ધના ધોરણે રીપેર કરી . લોકોની જાહેર સુવિધા અર્થે પુનઃ ઉપયોગી થઈ શકે તે માટે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે.

